અમરેલીનાં નાના બસ સ્ટેન્ડ પાસે મહિલાના પર્સની લૂંટ

13 October 2021 11:47 AM
Amreli
  • અમરેલીનાં નાના બસ સ્ટેન્ડ પાસે મહિલાના પર્સની લૂંટ

રાજુલાના ધાણો નદીમાં પડી જતા વૃધ્ધાનું મોત : મૃતદેહ મળ્યો

(મિલાપ રૂપારેલ)
અમરેલી, તા. 13
ચલાલા ગામે રહેતા અને ભીમનાથ ફરસાણ નામની દુકાન ધરાવતા વૈભવગીરી હસમુખગીરી ગોસાઈ નામના રર વર્ષીય યુવકે ગઈકાલે સવારે પોતાની માતા સાથે અમરેલીમાં આવેલ નાગનાથ નાના બસ સ્ટેન્ડ પાસે ચલાલા તરફ જવાની બસની રાહ જોતા હતા ત્યારે ચિતલ તરફથી આવેલ સિલ્વર કલરની સ્કોર્પિયો કાર ત્યાં આવી ઉભેલ અને તેમાંથી 3 પુરૂષો તથા ર મહિલા નીચે ઉતરી આવેલ અને યુવકની માતાના હાથમાં રહેલ રૂા. 17 હજાર તથા સોનાની નથડી કિંમત રૂા. 3 હજાર મળી રૂા. ર0 હજારના મુદામાલ ભરેલ પર્સ આંચકી ભાગવા લાગેલ ત્યારે યુવકે આ પાંચેય લૂંટારૂને રોકવાનો પ્રયાસ કરતા આ મહિલા તથા પુરૂષોએ તેમને માર મારી ઈજા કર્યાની ફરિયાદ અમરેલી સીટી પોલીસમાં નોંધાઈ છે.

વૃધ્ધનું મોત
રાજુલા શહેરમાં વાવેરા રોડ તરફ આવેલી ઘાણો નદીમાં 90 વર્ષીય વૃઘ્ધ પાણીમાં પડી જતાં મોત નીપજયું. આ સમાચાર મળતા તંત્ર દ્વારા પાણીમાં શોધખોળ શરૂ કરાઈ હતી.

આ ઘટનાની જાણ ધારાસભ્ય અંબરીષ ડેર ને થતા તેમને તાત્કાલિક ફાયર વિભાગ તેમજ રેસ્કયુ ટીમને ઘટના સ્થળે મોકલી હતી. વહેલી સવારના આ ઘટના બની હોવાનુ જાણવા મળી રહ્યુ છે. રાજુલા પોલીસ ટીમ તેમજ મામલતદાર સહીતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતાં. સમગ્ર ઘટનાને લઈને લોકોના ટોળેટોળા એકત્રિત થયા હતા. ર કલાકની જહેમત બાદ વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો. લાશની શોધખોળ કરી હતી. મૃતકનું નામ સતાભાઈ ભાણાભાઈ ચાવડા (ઉ.વ. 90) જાણવાં મળ્યુ છે.

બાળકીનું મોત
દાહોદ પંથકના વતની અને હાલ ધારી તાલુકાના માલસિકા ગામે રહેતા વિક્રમભાઈ ચુનીલાલ મછાર નામના યુવકવિગેરે વાડી ખેતરમાં કામ કરતા હોય ત્યારે તેમની દીકરી રૂષ્ટિ, દીકરો માનવ તથા નાની બહેન વિધી સાથે ખેતરમાં આવેલ ઓરડી પાસે રમતી હોય, ત્યારે રમતા રમતા રૂષ્ટિ પાણીની કુંડીમાં પડી જતા પાણીમાં ડૂબી જતાં બાળકીનું મૃત્યુ નિપજયાનું ધારી પોલીસમાં જાહેર થવા પામેલ છે.


Loading...
Advertisement
Advertisement