કચ્છમાં ફરી 3.7 અને 2.7ની તીવ્રતાના ભૂકંપના આંચકા

13 October 2021 11:51 AM
kutch
  • કચ્છમાં ફરી 3.7 અને 2.7ની તીવ્રતાના ભૂકંપના આંચકા

રાપર નજીક કેન્દ્રબિંદુ: સંશોધનની જરૂર

ભુજ તા.13
સરહદી કચ્છ જિલ્લામાં એકતરફ નવરાત્રી પર્વની ઉજવણી ચાલી રહી છે ત્યારે રિક્ટર સ્કેલ પર 3.7ની તીવ્રતા ધરાવતા ધરતીકંપના આંચકાએ કચ્છમાં હાજરી પૂરાવતાં ફરી ગભરાટ ફેલાયો છે.

સત્તાવાર વિગતો પ્રમાણે મંગળવારે વહેલી સવારે 4:22 વાગ્યાના સુમારે રાપરથી દક્ષિણ-પશ્ર્ચિમ દિશાએથી 13 કિલોમીટર દૂર કેન્દ્રિત થયેલો આ આંચકો જમીનમાં માત્ર 16 કિલોમીટર જેટલો ઊંડો હોઈ, ભૂગર્ભમાંથી આવતા અવાજ સાથે ભૂકંપના આ આંચકાની અનુભૂતિ કચ્છના મોટાભાગના વિસ્તારોમાં થવા પામી હતી.

આ આંચકા અગાઉ 2.4ની તીવ્રતાનું કંપન પણ નોંધાયું હતું જેનું કેન્દ્રબિંદુ રાપરના બેલા પાસે હોવાનું જાણવા મળ્યું છે. સતત 3થી ઉપરના આંચકા આવવા અસામાન્ય બાબત હોવાનું ભૂસ્તરશાસ્ત્રીઓએ જણાવ્યું હતું તેમજ આ બાબત પર તાત્કાલિક સંશોધન થવું જોઈએ તેમ તેમણે ઉમેર્યું હતું.


Loading...
Advertisement
Advertisement