વિશ્વના અનેક દેશો અછત અને બેફામ મોંઘવારીના ભરડામાં

13 October 2021 11:57 AM
India Top News
  • વિશ્વના અનેક દેશો અછત અને બેફામ મોંઘવારીના ભરડામાં

* માત્ર ભારત જ નહીં પરંતુ... : અનેક દેશોમાં જીવન જરૂરી ચીજવસ્તુઓ, પુરવઠો અને ઘણા ભાવમાં લાલચોળ તેજી જોવા મળી

* શ્રીલંકામાં ગેસ સિલિન્ડરની કિંમત 2657: દુધ પાઉડરના 1195 પાર, બ્રિટન, પાકિસ્તાન સહિતના દેશોમાં મોંઘવારી બેફામ

* બ્રિટનમાં કપાસની અછત સર્જાતા 10 વર્ષનો રેકોર્ડબ્રેક ભાવ વધારો: કોરોનામાં પરિવહન ખર્ચ 900 ગણો વધી ગયો

નવી દિલ્હી,તા.12: ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં મોંઘવારીમાં બેફામ વધારો થઇ રહયો છે.માંગને સામે પુરવઠો ઘટતા અછતની પરિસ્થિતિ સર્જાઇ છે. જેથી મોટાભાગની જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. ભારત જેવી જ સ્થિતિમાંથી પસાર થઇ રહેલા શ્રીલંકા, પાકિસ્તાન, બ્રિટનના લોકો મોંઘવારીથી ત્રસ્ત થઇ ગયા છે. મધ્યમવર્ગને ભરડામાં લેતો ભાવવધારો તમામ દેશોના લોકો માટે મુશ્કેલી બની રહયો છે.

ભારતમાં પેટ્રોલ ડિઝલની કિંમતમાં તોતીંગ વધારો ઝીંકાતા પરીવહન મોંઘું થવાને પગલે અનેક ચીજવસ્તુના ભાવમાં વધારો જોવા મળી રહયો છે.ખાદ્યતેલ લઇને ગેસ સીલીન્ડરના ભાવો વધી ગયા છે.તો બીજી તરફ બ્રિટનમાં પણ ખરાબ હવામાનેે પગલે ફુગાવતી સ્થિતિ સર્જાઇ છે. દેશભરમાં કપાસના પાકને ભારે નુકસાન થતા બજારના કપાસની કિંમતે છેલ્લા 10 વર્ષના રેકોર્ડ તોડી નાખ્યા છે. કપાસનો કિંમતમાં અધધ 40 ગણો વધારો ઝીંકાયો છે.જેના પગલ કપડાની અછત સર્જાય છે.

અને 100 રૂ.માં મળતું કપડું 400 રૂ. દેતા પણ મળતું નથી. બ્રિટનમાં કોરોનાને કારણે પરિવહન ખર્ચ પણ 900 ગણો વધી ગયો છે. માંગ મુજબ પુરવઠો ન હોવાને લીધે ભાવમાં લાલચોળ તેજી જોવા મળી રહી છે. કોરોનાને કારણે ફેકટરીઓ તેમજ રીટેલ એનો વચ્ચે પુરવઠો ખોરવાતા અછતને પગલે કિંમતમાં વધારો થયો છે.ભારતમાં પેટ્રોલ ડિઝલ ગેસ સહિતના ભાવ ભડકે છે ત્યારે હવે કોલસાની અછત સર્જાતા વીજળીના ભાવો વધવાનું જોખમ પર વર્તાઇ રહયું છે.

બીજી તરફ, શ્રીલંકામાં મોંઘવારી હાહાકાર મચાવી રહી છે.દેશમાં આપાત ઘટાડી વિદેશી ભંડોળ બચાવવાની કવાયત વય ધરાતા દેશમાં અનેક જરૂરી ચીજવસ્તુઓની અછત સર્જાવા લાગી છે. સોમવારે શ્રીલંકાના સિલેન્ડરની કિંમત તમામ રેકોર્ડ તોડીને 2657ને પાર પહોંચી ગયા છે. તો દુધ પાઉડરની કિંમત પણ 1195 એ કિલોના ભાવ વટાવી ગઇ છે. એક જ અઠવાડીયામાં ગેસ સીલીન્ડરના ભાવ પણ 90 ટકા વધી ગયા છે.

શ્રીલંકામાં લોટ, સીમેન્ટ, ખાંડ સહિત તમામ ચીજવસ્તુના તાવ વધી ગયા છે.કોરોના કાળમાં વિદેશી ભંડોળ બચાવવા શ્રીલંકાએ આપાતમાં ઘટાડો કરતા હવે દેશમાં અછત સર્જાઇ છે.અને મોંઘવારીએ માઝા મુકી છે. પાકિસ્તાનના પણ મોંઘવારી આસમાને પહોંચી છે.લોટ, ખાંડ સહિતના ખાદ્ય પદાર્થો તેમજ જીવન જરૂરીયાતની અનેક ચીજવસ્તુઓના તોતિંગ ભાવવધારાને પગલે પાકિસ્તાનના લોકો મોંઘવારીની જાળમાં ફસાઇ ગયા છે.

આ સમયે પાકિસ્તાનના સંઘીય મંત્રીએ વિચિત્ર સલાહ આપી છે કે, પાકિસ્તાનમાં લોકોએ મોંઘવારીથી બચવા માટે ચા માં ખાંડ ઓછી નાખવી તેમજ ઓછી રોટલી ખાવી મહત્વનું છે કે, પાક.માં રૂ.ની કિંમતના ઉછાળ અને નવી નીતીને પગલે ભાવવધારો જોવા મળી રહયો છે. અનેક દેશોમાં સમુદ્રી પરિવહનનો કીંમતમાં તોતિંગ વધારો થતા પુરવઠો ખોરવાઇ ગયો છે. પેટ્રોલ ડિઝલના ભાવ વધારાએ તમામ ક્ષેત્રના પરિવહન પર ઉંડી અસર કરી છે.

માલને એક સ્થળેથી અન્ય સ્થળે પહોંચાડતા ટ્રક ડ્રાઇવરની અછતે પણ ભાવ વધારામાં હવા ફુંકી છે. બ્રિટનમાં ઉર્જા ખર્ચને પગલે કાર્બની અછતથી કોલ્ડ્રીંકસનો ભાવ વધવાનો ખતરો તોળાઇ રહયો છે. તો અમેરિકા જેવા દેશોના પણ ચા કોફીના પુરવઠામાં અછતના એંધાણ વર્તાય રહયા છે. ભારત, શ્રીલંકા, બ્રિટન, પાક. સહિતના અનેક દેશોમાં ભાવ વધારો અછતની સ્થિતિ સર્જાતા ત્યાના નાગરીકો ત્રાહિમામ પોકારી રહયા છે.


Related News

Loading...
Advertisement
Advertisement