ઉદારતાનું ઉત્તમ ઉદાહરણ: વર્લ્ડકપમાં ધોની મેન્ટોર તરીકે એક રૂપિયો પણ ફી નહીં લ્યે

13 October 2021 11:59 AM
India Sports
  • ઉદારતાનું ઉત્તમ ઉદાહરણ: વર્લ્ડકપમાં ધોની મેન્ટોર તરીકે એક રૂપિયો પણ ફી નહીં લ્યે

બોર્ડ સચિવ જય શાહે માન્યો આભાર: માહીના થઈ રહેલા ભરપેટ વખાણ

નવીદિલ્હી, તા.13
ટી-20 વર્લ્ડકપ-2021માં ભારત માટે મહેન્દ્રસિંહ ધોની મેન્ટોરની ભૂમિકા ભજવતો જોવા મળશે. આ માટે ધોનીને બીસીસીઆઈએ આગ્રહ કર્યો હતો જેનો તેણે સ્વીકાર કર્યો છે. હવે ધોનીએ મેન્ટોરની ભૂમિકા ભજવવા માટે કેટલો ચાર્જ કર્યો છે તેનો પણ ખુલાસો થયો છે.

ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહે જણાવ્યું કે ધોનીએ મેન્ટોર તરીકે ભારતીય ટીમની સેવા કરવા માટે એક પૈસો પણ લીધો નથી. બોર્ડ પ્રમુખ સૌરવ ગાંગૂલીએ પણ એ વાતનું એલાન કર્યું છે કે ધોની મેન્ટોર તરીકે એક રૂપિયો પણ લેશે નહીં. ટીમ ઈન્ડિયાએ ધોનીની આગેવાનીમાં અત્યાર સુધી એકમાત્ર ટી-20 વર્લ્ડકપ ખિતાબ વર્ષ 2007માં જીત્યો હતો. આ પછી ભારત જીતવામાં સફળ રહ્યું નથી. કહેવાઈ રહ્યું છે કે ધોનીનો અનુભવ કેપ્ટન વિરાટ કોહલી માટે બહુ કામ આવશે અને

તે પડદા પાછળથી ટીમ ઈન્ડિયા માટે રણનીતિ તૈયાર કરશે. કપરી ક્ષણમાંથી ટીમ ઈન્ડિયાને કઈ રીતે કાઢવી તે ધોનીને સારી રીતે ખબર છે અને તેનો જ ટીમ ઈન્ડિયાને લાભ પણ મળશે. બીજી બાજુ ડ્રેસિંગ રૂમમાં તેની હાજરીથી ખેલાડીઓને ઘણો સહયોગ મલશે અને તેનો મનોવૈજ્ઞાનિક લાભ મળતો રહેશે. ધોની વિશે જય શાહે કહ્યું કે ટી-20 વર્લ્ડકપમાં મેન્ટોરની ભૂમિકા નીભાવવા માટે ધોનીએ એક રૂપિયો પણ માંગ્યો નથી. આ અંગેની જાહેરાત થતાં ધોનીના ચારે બાજુથી વખાણ થઈ રહ્યા છે.


Related News

Loading...
Advertisement
Advertisement