એક અદાલતે પતિના છુટાછેડાનો દાવો મંજુર કર્યો બીજી અદાલતે પત્નીના લગ્ન હકક પુરા કરવા ચુકાદો આપ્યો

13 October 2021 12:01 PM
Ahmedabad Gujarat
  • એક અદાલતે પતિના છુટાછેડાનો દાવો મંજુર કર્યો બીજી અદાલતે પત્નીના લગ્ન હકક પુરા કરવા ચુકાદો આપ્યો

એક જ સંકુલમાં બેસતી ફેમીલી કોર્ટના એક યુગલના કેસમાં અલગ અલગ ચુકાદા: સમાંતર બે કેસ ચાલી રહ્યા હતા

અમદાવાદ: પતિ અને પત્ની વચ્ચે ખટરાગ બાદ દાખલ થયેલા કાનુનથી કેસમાં એક રસપ્રદ કિસ્સો ગુજરાત સરકાર સમક્ષ આવ્યો છે જેમાં અમદાવાદમાં એક ફેમીલી કોર્ટે છૂટાછેડા માટેની પતિની અરજી સ્વીકારીને લગ્ન સંબંધનો અંત લાવવાનો ચુકાદો આપ્યો હતો તો તેની બાજુમાં જ બેસતી બીજી ફેમીલી કોર્ટે લગ્નના હકક પુરા કરવા માટે પત્નીની અરજી સ્વીકારી ને સંબંધમાં આદેશ પતિને આપ્યો હતો.

હવે આ બન્ને કેસ ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ જે.બી.પારડીવાલાની ખંડપીઠ સમક્ષ આવ્યો તે તેમાં પણ આશ્ર્ચર્યમાં હતા એક જ યુગલના છુટાછેડાના કેસ પાસે પાસે બેસતી બે અદાલતમાં ચાલ્યા અને બન્ને કોર્ટે અલગ અલગ ચુકાદા આપ્યા હતા. આ અંગે તપાસના આદેશ બાદ સત્ય બહાર આવ્યું હતું. અમદાવાદમાં એક જ સંકુલમાં ફેમીલી કોર્ટની અલગ અલગ બેન્ચ બેસે છે. પતિએ લગ્ન સંબંધીનો અંત લાવવા માટે જે કેસ દાખલ કર્યો તે ફેમીલી કોર્ટ નં. બે માં ગયો હતો.

આજ સમયે પત્નીએ લગ્ન સંબંધી હકકો પુરા કરવાનો કેસ દાખલ કર્યો તે ફેમીલી કોર્ટ નં.3માં ગયો હતો. હવે રસપ્રદ રીતે બન્નેને તારીખ પણ એક જ સમયની મળતી હતી તેથી બન્ને પોતાના કેસની તારીખે હાજર રહ્યા તેની પતિ લગ્ન હકક પુરા કરવાના પત્નીના દાવા સમયે કોર્ટ નં.3માં હાજર રહી શકયા નહી અને પત્ની તેની સામેના છુટાછેડાના કેસમાં પતિની અરજી સાંભળતી હતી તે કોર્ટ નં.2માં હાજર રહી શકયા નહી અને બન્ને કોર્ટ સામે પક્ષ હાજર નથી

તેથી એક તરફ હુકમ કર્યો જેમાં પતિની છૂટાછેડાની અરજી મંજુર થઈ ગઈ બાદમાં થોડા જ દિવસમાં ફેમીલી કોર્ટ નં. 3 એ પત્નીને લગ્ન હકક પુરા કરવાનો આદેશ આપતો ચુકાદો આપી દીધો. બન્ને વિરોધાભાસી ચુકાદા હોવાથી તેનો અમલ જ શકય ન હતો તેથી પતિએ હાઈકોર્ટમાં જઈને લગ્ન હકક પુરા કરવા અંગે ફેમીલી કોર્ટના ચુકાદાને પડકાર્યો અને તે બાદ પત્ની પણ હાઈકોર્ટમાં ગઈ અને તેણે ફેમીલી કોર્ટના છુટાછેડા મંજુર કરવાના ચુકાદાને પડકારતા એમ પણ કહ્યું

કે ફેમીલી કોર્ટે તેને સાંભળ્યા વગર જ આ ચુકાદો આપ્યો છે. હવે પતિની દલીલ છે કે તેના પત્નીને છુટાછેડાનો કેસ ચાલે છે તે ખ્યાલ હતા છતાં પણ અદાલતી તારીખે હાજર થયા નહી અને પત્નીની દલીલ હતી કે તેને અખબારી જાહેરાતથી સમન્સ મોકલાયું હતું. અને તેને છુટાછેડા લેવાનો કોઈ પ્રશ્ર્ન જ નથી. આ યુગલના લગ્ન 2008માં થયા હતા અને એક સંતાન છે જે પિતા સાથે રહે છે જેની કસ્ટડીનો વિવાદ પણ ચાલે છે. હાલ હાઈકોર્ટે પત્નીની અરજી દાખલ કરી છે અને બંને પક્ષને સાંભળશે.


Related News

Loading...
Advertisement
Advertisement