ગોંડલની સુમરા સોસાયટીમાં ઘોડીપાસા નો જુગાર રમતા સાત શખ્સો 55100 રોકડ સાથે ઝડપાયા

13 October 2021 12:07 PM
Gondal Crime
  • ગોંડલની સુમરા સોસાયટીમાં ઘોડીપાસા નો જુગાર રમતા સાત શખ્સો 55100 રોકડ સાથે ઝડપાયા

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. 13
ગોંડલના મોવિયા રોડ પર આવેલ સુમરા સોસાયટીમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે એલસીબી પોલીસના પીઆઇ ગોહેલ, પીએસઆઇ રાણા, એએસઆઇ જાની, હેડ કોન્સ્ટેબલ જાડેજા, અનિલભાઈ ગુજરાતી, પ્રહલાદ સિંહ રાઠોડ તેમજ રૂપક ભાઈ બહોરા સહિતનાઓએ દરોડો પાડી જુગાર રમતા આદિલ શાહ હુસેન શાહ શાહમદાર, હુસેન ઉર્ફે ગંભો જુમાભાઈ આદમાણી, રવિ હસમુખભાઈ બાવળીયા, રમજાન ઉર્ફે ભોપલો રજાકભાઈ ગોરી, સિકંદર સલીમભાઈ શેખા, અલી ઇનાયત ભાઈ શામ તથા અજય નટુભાઈ કારીયા ને રોકડા રૂપિયા 55100 સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement