બાબરામાં લુખ્ખાગીરી નાબુદ કરવા ચેમ્બરના પૂર્વ પ્રમુખની માંગણી

13 October 2021 12:09 PM
Amreli
  • બાબરામાં લુખ્ખાગીરી નાબુદ કરવા ચેમ્બરના પૂર્વ પ્રમુખની માંગણી

(દિપક કનૈયા) બાબરા, તા. 13
મૂળ બાબરાના અને હાલ અમદાવાદ વસવાટ કરતા ચેમ્બર ઓફ કોમર્સ ના પૂર્વ પ્રમુખ કે ડી સેદાણી એ અમરેલીના જિલ્લા પોલીસ વડા નિર્લેપ રાય ની ઓફિસમાં રૂબરૂ રજૂઆત કરી હતી. તેમણે લેખિત અરજી માં જણાવ્યું હતું કે બાબરાના અમુક વેપારીઓને લુખ્ખા અને અસામાજિક તત્વો ઉધાર માલ નું પેમેન્ટ ચુકવતા નથી, અને વેપારી ઉઘરાણી કરે તો "થાય તે કરી લેવું"ઉપરથી તેવી ધમકી પણ આપે છે, આમ બાબરામાં દારૂ જુગાર અને ગુંડાગીરી જેવા દુષણો સામે કડક કાર્યવાહી હાથ ધરવા એસપીને લેખિત અને મૌખિક રજૂઆત પણ કરી હતી.


Loading...
Advertisement
Advertisement