બાબરા યાર્ડમાં 21 હજાર મણ કપાસની આવક

13 October 2021 12:10 PM
Amreli
  • બાબરા યાર્ડમાં 21 હજાર મણ કપાસની આવક

કપાસનો ભાવ પ્રતિ મણ 1700ને પાર જતા ખેડુતો ખુશ

અમરેલી, તા. 13
બાબરા માર્કેટિંગયાર્ડ યાદ અગાઉ ભારે વરસાદના કારણે એક સપ્તાહ સુધી બંધ રહ્યું હતું અને ત્યારબાદ ખુલતા યાર્ડમાં કપાસની આવકમાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. નવરાત્રીના પ્રારંભથી કપાસની પુષ્કળ આવક જોવા મળી રહી છે આજે યાર્ડમાં કપાસની 21 હજાર મણની જોવા મળીહતી તેમજ ભાવ પણ 1700ની ઉપર રહેતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી હતી. બાબરા માર્કટિગયાર્ડમાં બાબરા પંથક સહિત અમરેલી જિલ્લાના અન્ય તાલુકા તેમજ બોટાદ, જસદણ અને ભાવનગર જિલ્લાના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો કપાસ વેચાણ માટે આવે છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર બાબરા યાર્ડમાં પૂરતો ભાવ મળતો હોવાથી કપાસ વેચાણ અર્થે આવી રહ્યા છે. યાર્ડમાં સવારથી યાર્ડમાં કપાસના મસ મોટા ઢગલા જોવા મળી રહ્યા હતા તેમજ યાર્ડની બહાર છેક એક કિલોમીટરની કપાસ ભરેલા વાહનોની લાઈન લાગી હતી. યાર્ડમાં કપાસનો ભાવ રૂપિયા 9રપ થી 1700 ઉપર બોલાયો હતો તેમજ આવક પણ ર1 હજાર મણની જોવા મળી હતી. ચાલુ વરસ ખુબજ સારૂ રહ્યું છે મોટાભાગના ખેતરમાં કપાસ તૈયાર થઈ ગયો છે અને આગામી દિવસોમાં હજુ પણ કપાસની આવકમાં વધારો જોવા મળશે. તેવું યાર્ડના સુત્રોમાંથી જાણવા મળ્યું હતું.


Loading...
Advertisement
Advertisement