વેરાવળ-સોમનાથ પંથકમાંથી રૂા. 19.50 લાખની વિજચોરી ઝડપાઇ

13 October 2021 12:25 PM
Veraval
  • વેરાવળ-સોમનાથ પંથકમાંથી રૂા. 19.50 લાખની વિજચોરી ઝડપાઇ

વેરાવળ, તા. 13
વેરાવળ - સોમનાથ પંથકમાં વીજ ચેકીંગ ટુકડી દ્વારા વિજ ચોરી અંગે ચેકીંગ કાર્યવાહી હાથ ધરાયેલ જેમાં રૂા.19 લાખ 50 હજારની વીજ ચોરી ઝડપી બીલો ફટકારેલ છે.

જુનાગઢ સર્કલ હેઠળના અધિક્ષક ઇજનેર આર.સી.પટેલ, વેરાવળના કાર્યપાલક ઇજનેર પી.જી.જોષી ના માર્ગદર્શન હેઠળ વિજ કચેરીના અધિકારીઓ, એસ.આર.પી.ના 13 જવાનો 3 વીડીયોગ્રાફર સહીતનાની ટુકડી બનાવેલ જેમાં વિજ બોર્ડના ત્રણ થી ચાર જવાનો જોડાયા હતા. આ ટુકડીઓએ વેરાવળ-સોમનાથ પંથકના ગ્રામ્ય વિસ્તારો તથા શહેરની સોસાયટીઓમાં સોમનાથ ટોકીઝ વિસ્તાર, 80 ફુટ રોડ, ભીડીયા, ગ્રામ્ય વિસ્તારમાં મેઘપુર, બીજ, ગોવિંદપરા, ડારી, છાત્રોડા, ઇણાજ, આજોઠા, બાદલપરા અને કાજલી વિસ્તારોમાં પીજીવીસીએલની 42 જેટલી ટુકડીઓ દ્વારા વીજ ચેકીંગની કામગીરી હાથ ધરાયેલ જેમાં 600 જેટલા વીજ જોડાણ ચેક કરવામાં આવેલ જે પૈકી 127 વીજ જોડાણમાં વીજ ચોરી થતું હોવાનું માલુમ પડતા રૂા.19 લાખ 50 હજારના બીલો આપી ધોરણસણની કાર્યવાહી હાથ ધરેલ છે.


Loading...
Advertisement
Advertisement