માંગરોળનાં શાપુર જમીન બાબતે પરિવાર પર થયેલા હુમલાના બનાવમાં આવેદનપત્ર અપાયું

13 October 2021 12:26 PM
Junagadh
  • માંગરોળનાં શાપુર જમીન બાબતે પરિવાર પર થયેલા હુમલાના બનાવમાં આવેદનપત્ર અપાયું

સમસ્ત ગ્રામજનોએ મામલતદાર, ડીવાયએસપીને રજુઆત કરી

માંગરોળ, તા. 13
માંગરોળ ના શાપુર ગામે જમીન બાબતે કોળી પરિવાર ઉપર તેમની નજીક રહેતા મુસ્લિમ પરીવાર દ્વારા ધમકી માર મારતા સમસ્ત શાપુર ગામ દ્વારા મામલતદાર ને આવેદન પત્ર આપવામા આવ્યુ. માંગરોળના શાપુર ગામમાં કોળી પરિવારના એક પરીવાર ઉપર મુસ્લિમ પરિવારના પાડોસમા વાડી ધરાવતા ઑએ જમીન બાબતે નો ઝગડા બાબતે હુમલો કરેલ. જેની ગઈ કાલે માંગરોળ પોલીસમા સામસામે ફરિયાદ પણ થઈ હતી તે બાબતે માંગરોળ મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદી સાબીરા બેન ઇમરાન ભાઈ લુણીયા રે, સાપુર વાળાએ તેમજ પુનાબેન બચુભાઈ રામભાઈ કરગઠીયા રે, શાપુર વાળાએ પણ ફરિયાદ નોંધાવી છે બંને ના ગુન્હા નોંધી વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ હરેશ ડોડિયા ચલાવે છે ત્યારે આજે શાપુર ગામ સમસ્ત બહોળી સંખ્યામા લોકો આગેવાનો સહીત કોળી સમાજ ના આગેવાનો તેમજ ભાજપ તાલુકા પ્રમુખ દાનભાઈ બાલસ, મહામંત્રી દાનાભાઈ ખાંભલા, રામજીભાઈ ચુડાસમા શીલ આગેવાન, કડવાભાઇ કરગઠીયા સહીતના આગેવાનો મામલતદાર કચેરી એકઠા થઈ ફરિયાદી મુસ્લિમ પરિવાર વિરૂધ્ધમાં મામલતદાર સાહેબ તેમજ માંગરોળ ડીવાયએસપીને આવેદનપત્ર આપવામાં આવ્યુ.

આ કોળી પરિવાર ને રક્ષણ આપવા તેમજ ગુન્હો કરી સામેની ખોટી ફરિયાદ યોગ્ય તપાસ કરી રદ કરવા અને તેમજ છાસ વારે આવા બનાવ બનતા કે જે લોકો ફરિયાદ પણ કરી ના શકતા આવા તત્વો ની સામે ડર ને સમાવવા તેમજ આ ગરીબ પરિવાર ની અક્ષરશ: ફરિયાદ લેવા આજે ગામ આખું સાગમટે આ આવેદન પત્ર આપી સખત શબ્દોમાં વખોડી રજુઆત કરી હતી જેબાબતે ફરિયાદ કરેલ આ બાબતે શાપુર શેરીયાજ ગામના લોકો એ વિશાળ સંખ્યામાં એકઠા થઇ મામલતદાર તેમજ ડી.વાય.એસ.પી ને આવેદનપત્ર પાઠવી ગરીબ પરિવારને રક્ષણ આપી ન્યાય અપાવવા માંગણી કરી છે.


Loading...
Advertisement
Advertisement