મેંદરડામાં સમાધાન માટે એકઠા થયેલા બે પરિવારો વચ્ચે બઘડાટી: રાયોટીંગનો ગુનો દાખલ

13 October 2021 12:26 PM
Junagadh
  • મેંદરડામાં સમાધાન માટે એકઠા થયેલા બે પરિવારો વચ્ચે બઘડાટી: રાયોટીંગનો ગુનો દાખલ

જુનાગઢ,તા.13
મેંદરડા જી પી હાઇસ્કુલ સામેના વિસ્તારમાં બોલાચાલી બાદ બે પરિવારો વચ્ચે સામ સામે મારામારી થતા એક પક્ષના 12 વ્યકિત અને સામે પક્ષમાં 23 વ્યકિતઓ સામે ફરીયાદ નોંધાઇ હતી.

મેંદરડા જીપી હાઇસ્કુલ નજીક બનેલી ઘટનામાં વણકર વાડીમાં રહેતા હરસુખભાઇ ગોવિંદભાઇ મકવાણા(ઉ.42)ના કાકાના દિકરા સામે આરોપીઓને બોલાચાલી થયેલ તેનો ખાર રાખી ગરબી જોવા ગયેલા હરસુખભાઇ ઉપર આરોપીઓ રોહીત જેન્તી વાળા, રવિ જેન્તી વાળા, જેન્તી કરશનવાળા રવિની પત્નિ, ચંદુ કરશન વાળા, ચંદુભાઇની પત્નિ કમળાબેન, સાગર ચંદુભાઇ, સાગરની પત્નિ, સુરજ ચંદુભાઇ, સુરજની પત્નિ, અને ચીના કરશન અને ચીનાની પત્નિ, રસીલાબેન સમાધાનના મામલે ભેગા થયેલ તેમ કહી હરસુખભાઇના ઘરે ગયેલ બાદ ગરબી જોવા ગયેલ ત્યારે તેના કાકાના દિકરા દીવ્યેશના ઘર પાસે આ લોકોનુું ટોળું એકત્રીત થયેલ અને ત્યારે રવિ જેન્તી અને તેના પત્નિ ઘરે એકલા હતા. ગાળો બોલી મેંદરડા રહેવા દેવા નથી ગાળો ભાંડતા હરસુખભાઇને ગાળો બોલવાની ના પાડતા રોહીત જેન્તી વાળા સહિતનાહઓએ લોખંડના સળીયા, પાવડા વડે હુમલો કર્યો હતો. ઢીંકા પાટેનો માર માર્યો હતો.

સામાપક્ષે જેન્તી કરશનભાઇ વાળા (ઉ.55)એ ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓએ કહેલ કે, તું શા માટે જીઇબીમાં અરજી કરે છે તે બાબતે ખાર રાખી ગેરકાયદેસરની મંડળી રચી આરોપીઓ મુકેશ દાના મકવાણા, રતિલાલ પીઠા, દીપક ગોવિંદ મકવાણા, હરસુખ ગોવિંદ મકવાણા, પ્રેમજી રામજી રાઠોડ, પ્રવિણ પ્રેમજી રાઠોડ, રોહિત પ્રેમજી, ગોવિંદ અના મકવાણા, નયન પરેશ મકવાણા, વિશાલ દિલીપ મકવાણા, ભાવીન ગેલા, હીમા વીનુ મકવાણા, બીપીન દાના મકવાણા, ભાવીક મુકેશ, દિવો મુકેશ, ભાવેશ મકવાણા, પરેશ દેવા રાઠોડ, કેતન રતીલાલ મકવાણા, રાજેશ રતિલાલ મકવાણા, રેખા રતિલાલ, દક્ષાબેન દિનેશ, લાભુબેન મુકેશ અને ગૌરીબેન ગોવિંદ મકવાણાને કુહાડી લોખંડના પાઇપ લાકડી સહિતના હથીયારો વડે હુમલો કરી ઇજાઓ કરી હતી.તેમજ ભુંડી ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરીયાદમાં જણાવ્યુું છે. મેંદરડા પીએસઆઇ મોરસ એ તપાસ હાથ ધરી છે.


Loading...
Advertisement
Advertisement