ચોરવાડમાં માછીમારી ઉદ્યોગનાં વિકાસ માટે ફલોટીંગ જેટી મંજૂર કરાઇ

13 October 2021 12:35 PM
Junagadh
  • ચોરવાડમાં માછીમારી ઉદ્યોગનાં વિકાસ માટે ફલોટીંગ જેટી મંજૂર કરાઇ

માંગરોળ, તા. 13
જુનાગઢ, સોમનાથ લોકસભાના યુવા સાંસદ અને ચોરવાડનાં પનોતા પુત્ર રાજેશભાઈ ચુડાસમાનાં માદરે વતન ચોરવાડ માં રાજય સરકાર દ્વારા માછીમાર ઉદ્યોગના વિકાસ માટે ફ્લોટીંગ જેટી મંજુર કરવવામાં આવી છે. પોતાના મત વિસ્તારનાં દરેક પ્રશ્નો માટે હરહમેશ કાર્યશીલ અને ચિંતીત રહેતાં રાજેશભાઈ ચુડાસમા દ્વારા પોતાના માદરે વતન ચોરવાડ(હોલીડે કેમ્પ) ખાતે માછીમાર ઉદ્યોગનાં વિકાસ માટે જેટી બનાવવા માટે સરકારમાં રાજુવાત કરેલ, જે રાજુઆત ને રાજય સરકાર દ્વારા હકારાત્મક સ્વરૂપે લઈ તાત્કાલિક ધોરણે અધિકારી મારફત સર્વે હાથ ધરવામાં આવે તે બાબતેનો હુકમ કરવામાં આવતા આજ રોજ મત્શ્યોઉદ્યોગ વિભાગનાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા ચોરવાડ બંદર ખાતે સર્વે હાથ ધરવામાં આવ્યો જેમાં ચોરવાડ નગરપાલિકાનાં સદસ્ય અને સાંસદનાં લઘુબંધું કેતનભાઈ ચુડાસમા, ખારવા સમાજનાં પટેલ હરિલાલ તેમજ અગ્રણીઓ સર્વશ્રી પૂર્વ પટેલ બાબુભાઇ, નગરપાલિકાનાં પૂર્વ સદસ્ય હીરાભાઈ સુખડિયા, નરશિબાપા, માવજીબાપા સાંસદશ્રીના પ્રતિનિધિ તરીકે રાજુભાઇ વંશ ઉપસ્થિત રહ્યા હતા.


Loading...
Advertisement
Advertisement