વેરાવળ સબ ડિવીઝન હેઠળના તાલુકામાથી દીવાળી તહેવાર માટે હંગામી ફટાકડા લાયસન્સ મેળવવા માટે અરજીઓ મંગાવાઇ

13 October 2021 12:36 PM
Veraval
  • વેરાવળ સબ ડિવીઝન હેઠળના તાલુકામાથી દીવાળી તહેવાર માટે હંગામી ફટાકડા લાયસન્સ મેળવવા માટે અરજીઓ મંગાવાઇ

ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળ સબ ડિવીઝન હેઠળના વેરાવળ (ગ્રામ્ય-શહેર), તાલાળા અને સુત્રાપાડા તાલુકામાંથી આગામી દિવાળીના તહેવાર માટે હંગામી ફટાકડા લાયસન્સ મેળવવા સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટની કચેરી, કસ્તુરબા મહિલા મંડળ રોડ, વેરાવળ ખાતે અરજી કરવાની રહેશે તેમજ હંગામી ફટાકડા લાયસન્સ મેળવવા ઇચ્છુક અરજદારે અરજી તા.14-10-2021 થી તા.22-10-2021 સુધીમાં કચેરી સમય દરમ્યાન (રજાના દિવસો સિવાય) સવારના સાડા દસ થી છ કલાક સુધીમાં નિયત નમુનાના ફોર્મમાં અરજી કરવાની રહેશે. મુદ્દત વીત્યા પછીની અરજી સ્વિકારવામાં આવશે નહી.

ઉપરાંત તાલુકાઓમાં ફટાકડા વેંચાણ માટેના નક્કી કરવામાં આવેલ સ્થળ સિવાયના અન્ય સ્થળે ફટાકડા વેંચાણ માટે લાયસન્સ આપવામાં આવશે નહી અને અરજીઓ સ્વીકારવામાં આવશે નહી. જેની નોંધ લેવા સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ એસ.એચ.ઝનકાટની યાદીમાં જણાવાયું છે.

વેરાવળ સબ ડિવીઝન હેઠળના તાલુકામાથી હંગામી ફટાકડા લાયસન્સ મેળવ્યા વગર વેંચાણ કરવા પર પ્રતિબંધ
ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળ સબ ડિવીઝન હેઠળના વેરાવળ (ગ્રામ્ય-શહેર), તાલાળા અને સુત્રાપાડા તાલુકામાં કોઇ પણ ખાનગી કે જાહેર સ્થળોએ લાયસન્સ વગર કોઇ પણ વ્યક્તિ કે ઇસમ દ્વારા ફટાકડાનું વેંચાણ કરવામાં આવશે તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેની નોંધ લેવા સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ એસ.એચ.ઝનકાટની યાદીમાં જણાવાયું છે.


Loading...
Advertisement
Advertisement