જુનાગઢ જિલ્લામાં અપમૃત્યુના 4 બનાવો

13 October 2021 12:36 PM
Junagadh
  • જુનાગઢ જિલ્લામાં અપમૃત્યુના 4 બનાવો

જુનાગઢ તા.13
જુનાગઢ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન અપમૃત્યુના 4 બનાવો પોલીસ દફતરે જાહેરથયા છે.
કેશોદના અજાબગામે રહેતા અઘેરા સંદીપભાઈ ગોવીંદભાઈ (ઉ.48)ને ગઈકાલે બપોરના 12-40ના સુમારે વાડ વિસ્તારમાં ઈલેકટ્રીક શોેર્ટ લાગતા મોત નોંધાયું હતું. કેશોદ પોલીસે તપાસ હાથ ધરી છે.
બીજો બનાવ
માંગરોળના શેરીયાજ ગામે રહેેતા ભરતભાઈ રામજીભાઈ ચુડાસમા (ઉ.36)એ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા મોત નોંધાયું હતું. મરીનપોલીસે તપાસ હાથ ધરી છે.
ત્રીજો બનાવ
વિસાવદરના ભલગામ ગામે સીમના કુવામાં પાણી નીરવા ગયેલા અમીતકુમાર દીનેશભાઈ વઘાસીયા (ઉ.24) કુવામાં પાણી ભરતી સમયે પગ લફતી જતા ડુબી જવાના કારણે મોત નોંધાયુ હતું.
ચોથા બનાવમાં
માંગરોળના શીલ પોલીસ સ્ટેશન નીચેના લાંગડ ગામે રહેતા અને કોન્ટ્રાકટરનું કામ કરતા વિપુલભાઈ વદર (ઉ.30)ને ઘણા લાંબા સમયથી કામ ધંધો ન મળતા જેનું લાગી આવતા કંટાળી જઈ ગત તા.11 ના બપોરના 1-45 કલાકના સુમારે ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન મોત નોંધાતા શીલ પીએસઆઈ વી.કે. ઉજીયાએ તપાસ હાથ ધરી છે.


Loading...
Advertisement
Advertisement