આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કલા ઉત્સવમાં ક્લસ્ટર કક્ષાએ કાજલી પ્રાથમિક શાળાનું ગૌરવ

13 October 2021 12:37 PM
Veraval
  • આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કલા ઉત્સવમાં ક્લસ્ટર કક્ષાએ કાજલી પ્રાથમિક શાળાનું ગૌરવ

(દેવાભાઈ રાઠોડ) પ્રભાસ પાટણ તા 13
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સોનારિયા પે. સે. શાળામાં કલા ઉત્સવનું આયોજન થયું હતું જેમાં ક્લસ્ટરની વિવિધ શાળાના 30 બાળકોએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વેરાવળ તાલુકાની કાજલી પ્રાથમિક શાળામાંથી માત્ર ચાર વિદ્યાર્થીનીઓએ ભાગ લીધેલ. જેમાં કાજલી પ્રાથમિક શાળામાંથી નિબંધ સ્પર્ધામાં અપેક્ષા આર. પરમારે પ્રથમ નંબર, ગાયના સ્પર્ધામાં કપિલા પી. પરમારે બીજો નંબર, વક્તવ્ય સ્પર્ધામાં પ્રતિક્ષા પી. પરમારે બીજો નંબર તથા ચિત્ર સ્પર્ધામાં મીનાક્ષી એન. વાજાએ ત્રીજો નંબર મેળવ્યો હતો. તમારા બાળકોને ઉપહાર તથા તમામ વિજેતા બાળકોને રોકડ ઈનામ તથા પ્રમાણપત્ર આપવામાં આવેલ. કાર્યક્રમનું સુસારુ આયોજન સી. આર. સી. દિપક ભજગોતર, આચાર્યો, શિક્ષકોએ કર્યું હતું. આ તકે કાજલી પ્રાથમિક શાળાના વિજેતા બાળકોને શાળાના આચાર્ય રમેશભાઈ ડોડીયાએ તથા શિક્ષકોએ અભિનંદન પાઠવ્યા હતાં.


Loading...
Advertisement
Advertisement