10 મહિનાથી સગીરાને ભગાડી જનાર આરોપીને તેલંગણા ખાતેથી શોધી કાઢતી એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ તથા એલસીબી સુરેન્દ્રનગર

13 October 2021 12:49 PM
Surendaranagar
  • 10 મહિનાથી સગીરાને ભગાડી જનાર આરોપીને તેલંગણા ખાતેથી શોધી કાઢતી એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ તથા એલસીબી સુરેન્દ્રનગર

વઢવાણ, તા. 13
હે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુ.રા. ગાંધીનગર નાઓ તથા સરકારની સુચના મુજબ સમગ્ર ગુજરાત રાજયમાં સગીર બાળાઓની બાળબુધ્ધિનો ફાયદો ઉઠાવી, પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે તેના વાલીના કાયદેસરના વાલીપણામાંથી નસાડી ભગાડી જનાર આરોપીઓને ભોગ બનનાર સાથે શોધી કાઢવા અંગે ખાસ દળ એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટની જીલ્લા લેવલે રચના કરવામા આવેલ. જે અન્વયે મો.પોલીસ અધિક્ષક સાહેબશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ નાઓએ એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ સુરેન્દ્રનગરની રચના કરી, સગીર બાળાઓની બાળબુધ્ધિનો ફાયદો ઉઠાવી, પ્રેમજાળમા ફસાવી લગ્ન કરવાની લાલચ આપી,કાયદેસરના વાલીપણામાંથી સગીરાને નસાડી ભગાડી જનાર આરોપીઓને ભોગ બનનાર સાથે શોધી કાઢવા અંગે પોલીસ ઇ-ન્સ્પેકટર એમ.ડી.ચૌધરીને સુચના કરેલ,

ગઇ તા.06/12/2020 ના સોજના સવા પાચેક વાગ્યાના અરસામાં સુરેન્દ્રનગર, નવા જંકશન ગાયત્રી પાર્કજીનેશ્વર નગર બ્લોક ન ક ખાતેથી કોઇ અજાણ્યો ઇસમ આ કામની ફરીયાદીની દીકરીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચઆપી નસાડી ભગાડી ગયેલ હોય જે અંગે સુરેન્દ્રનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં. 11211053201445 આઇ.પી.સી. કલમ- 363, 366 તથા પોક્સો એકટ કલમ- 12 મુજબનો ગુનો રજી. થયેલ જેની આગળની તપાસ હાથ ધરવામાં આવેલ. જે ગુનહાની તપાસ હાથ ધરી પોલીસ ઇન્સ. એમ.ડી.ચૌધરી દ્વારા એન્ટી હયુમન ટ્રાફીકીંગ યુનીટ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચ.ની અલગ અલગ ટીમો બનાવી, ખાનગી બાતમીદારો, ટેકનીકલ સોર્સની મદદથી આરોપી ભોગ બનનાર શોધી કાઢવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરી અજાણ્યા આરોપી બાબતે હ્યુમન સોર્સ તથા ટેકનીકલ સોર્સથી તપાસ કરતા કરાવતા તપાસ ટીમને ચોકકસ હકીકત મળેલ કે આ કામની ભોગ બનનાર ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતી હોય

જે ઇન્સ્ટાગ્રામની સાઇબર સેલ મારફતે માહિતી મંગાવતા આ કામના આરોપી તથા ભોગ બનનારનો મોબાઇલ નંબર મળી આવતા જે મોબાઇલ નંબરની કોલ ડીટેઇલ મંગાવતા આ કામનો આરોપી આ કામની ભોગ બનનાર સાથે તેલંગણા રાજ્યના જીલ્લાલગુડા ખાતે રહેતા હોવાની હકિક્ત મળતા આ કામે એલ.સી.બી. પોલીસ ઇન્સ. એમ.ડી.ચૌધરી નાઓએ વી.એમ.ઝાલા પોલીસ સબ ઇન્સ. સુરેન્દ્રનગર સીટી એ ડીવી પોલીસ સ્ટેશનનાને એલ.સી.બી. તથા એ.એચ.ટી.યુ.તથા પેરોલફર્લો સ્કોડ ટીમ સાથે તેલંગણા રાજ્યના જીલ્લાલગુડા ખાતે તપાસમાં મોકલતા તપાસ ટીમ દ્રારા તેલંગણા રાજ્યના જીલ્લાલગુડા ખાતે તપાસ હાથધરી ભોગ બનનાર સગીરાને આરોપી સંદીપ સુભાષ પવાર ઉ.વ.23 રહે મુળ નીઝામાબાદ (તેલંગણા) તથા મુંબઇ કલ્યાણડોમ્પેલી મહારાષ્ટ્ર હાલ રહે,જીલ્લાલગુડા સ્વાગત ગ્રાન્ડ હોટલની સામેની શેરીમાં રાજ્ય તલંગણા વાળા સાથે શોધી કાઢી સુરેન્દ્રનગર ખાતે લાવી પો..ઇન્સ. સુરેન્દ્રનગર સીટી એ ડીવી પો.સ્ટે.નાઓને આગળની કાર્યવાહી અને સોપી આપેલ છે.


Loading...
Advertisement
Advertisement