એમ.ડી.આર.કન્યા વિદ્યાલય-મુળીમાં સંગીત-ગાયન સ્પર્ધા યોજવામાં આવી

13 October 2021 12:51 PM
Surendaranagar
  • એમ.ડી.આર.કન્યા વિદ્યાલય-મુળીમાં સંગીત-ગાયન સ્પર્ધા યોજવામાં આવી

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 13
એમ. ડી. આર કન્યા વિદ્યાલય મુળીમાં શ્રી મુળી કેળવણી મંડળ સંચાલિત મંડળની ચારેય સ્કૂલ જેમાં એમ ડી આર કન્યા વિદ્યાલય મુળી..શ્રી તેજેન્દ્રા પ્રસાદજી બોયઝ હાઈસ્કૂલ .માધ્યમિક શાળા ઉમરડા.. માધ્યમિક શાળા વેલાળા દ્વારા એમડી આર કન્યા વિદ્યાલય મુળીમાં સંગીત ગાયનસ્પર્ધા. સંગીત વાદન. અને સંગીત ગાયન વાદન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું તેમ જ વિજેતા સ્પર્ધકોને ગૌતમભાઈ શાહ તરફથી ઇનામ આપવામાં આવ્યું.તેમ જ મંડળના ભૂતપૂર્વ ઉપપ્રમુખ શ્રી સ્વર્ગીય કનુભા જી પરમારના સ્મરણાથે એમના પુત્ર નરેન્દ્રસિંહ કે પરમાર દ્વારા સંગીત સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકો ને 500/રૂપિયાનું પ્રોત્સાહક ઇનામ આપવામાં આપ્યું.તેમજ સુધાબેન ગૌતમભાઇ શાહ તરફથી ધોરણ 9થી 12ની પરીક્ષામાં પાસ પ્રથમને દ્વીતય નમ્બર વિદ્યાર્થી ને ઇનામ આપવામાં આવ્યું..એમ ડી આર કન્યા વિદ્યાલયમાં સ્કૂલમાં ચાલતી સહભ્યાસીક પ્રવૃત્તિ માં વિજેતા સ્પર્ધકોને પણ મંડળના મંત્રી ચંદ્રકાન્ત રાવલ તેમ જ મંડળના તમામ સભ્યો નિરંજન ભાઈ .ઉત્પલભાઈ. સમીર ભાઈ અન્ય ઉપસ્થિત મહેમાનો દ્વારા વિદ્યાર્થી ઓ ને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.આ કાર્યક્રમ ને સફળ બનાવવા એમ ડી આર ના તમામ સ્ટાફ તેમ જ આચાર્યા અમીતાબેન રાવલ ને જહેમત ઉઠાવી હતી.


Loading...
Advertisement
Advertisement