વઢવાણ, ગણપતિ ફાટસર પાસેથી ગે-કા પીસ્ટલ, કાર્ટીસ સાથે એક શખ્સ ઝડપાયો

13 October 2021 12:52 PM
Surendaranagar
  • વઢવાણ, ગણપતિ ફાટસર પાસેથી ગે-કા પીસ્ટલ, કાર્ટીસ સાથે એક શખ્સ ઝડપાયો

દેશી હાથ બનાવટની પીસ્ટલ કી.રૂ.25,000/- તથા કાર્ટીસ નંગ-2 કબજે કરાયા

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 13
પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાએ જીલ્લામાં અવાર નવાર બનતા ફાયરીંગના બનાવો અટકાવવા માટે ગે-કા હથિયારો રાખનાર ઇસમો શોધી કાઢી, હથિયારધારાના વધુમા વધુ કેશો કરવા, તેમજ પોલીસ વિભાગ દ્વારા કબ્જે કરવામા આવતા ગે-કા હથિયારો ફમોટા ભાગે બહારના જીલ્લા/રાજયમાંથી આવતા હોય જેથી આવા રેકેટનો પર્દાફાસ કરવા એમ.ડી.ચૌધરી પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. સુરેન્દ્રનગર નાઓને અસરકારક કાર્યવાહી કરી કરાવવા ખાસ સુચના કરવામા આવેલ.

જે સુચના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પોલીસ ઇન્સ. એમ.ડી.ચૌધરી દ્વારા પો.સબ.ઇન્સ. વી.આર.જાડેજા તથા એલ.સી બી. શાખાની અલગ અલગ ટીમો બનાવી, ખાસ એકશન પ્લાન તૈયાર કરી વઢવાણ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન એલ.સી.બી. ટીમને બાતમી રાહે હકીકત મળેલ કે વિપુલભાઇ મનસુખભાઇ ઉર્ફે મકાલાલ સોલંકી રહે જોરાવરનગર, આંબેડકરનગર-1, સોનાપુર પાસે તા વઢવાણ વાળો પોતાના કબ્જામાં પેન્ટના નેફાના ભાગે ગે.કા. લાયસન્સ પરવાના વગરની પીસ્ટલ રાખી વઢવાણ, ગણપતિ ફાટસર થી વાકલા નાળા તરફ જતા જમણી બાજુ આરતી કોમ્પલેક્ષમાં બજરંગ ગેરેજની બાજુમાં છે.

જે બાતમી હકીકત આધારે પંચો સાથે તાત્કાલીક બાતમી વાળી જગ્યાએ તપાસમાં કરતા આરોપી વિપુલભાઇ મનસુખભાઇ ઉર્ફે મકાલાલ સોલંકી ઉવ.19 રહે.જોરાવરનગર, આંબેડકરનગર-1, સોનાપુર પાસે તા.વઢવાણ વાળો મળી આવતા મજકુરના નેફાના ભાગેથી એક લોખંડની દેશી હાથ બનાવટની પીસ્ટલ કી.રૂા.25,000/- તથા કાર્ટીસ નંગ-2 કી.રૂા.200/- મળી કુલ રૂા.25,200/- નો મુદામાલ મળી આવતા મજકુર ઇસમની પુછપરછ કરતા પોતાના પિતા મનસુખભાઇ ઉર્ફે મકાલાલ રામજીભાઇ સોલંકી રહે જોરાવરનગર વાળા લાવેલ હોવાનું જણાવતા હોય મજકુર ઇસમો વિરૂધ્ધ વઢવાણ પો.સ્ટે.માં હથીયારધારા એકટ મુજબ ગુન્હો રજી. કરાવેલ છે.


Loading...
Advertisement
Advertisement