વાંકાનેરના નવાપરામાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સ પકડાયા

13 October 2021 01:06 PM
Morbi
  • વાંકાનેરના નવાપરામાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સ પકડાયા

ખુંટીયાએ વધુ એક બાઇક સવારને ઘાયલ કર્યો

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા. 13
વાંકાનેરમાં નવાપરા પંચાસર રોડે જાહેરમાં જુગાર રમતા પાંચ પકડાતા તેની પાસેથી પોલીસે 22,700 ની રોકડ કબજે કરીને આગળની કાર્યવાહી કરી હતી.
પીઆઇ બી.જી સરવૈયાના માર્ગદર્શન હેઠળ પ્રદીપભાઈ હેમુભાઇ બોરાણા, દીવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા, અરવિંદભાઈ ધીરજભાઈ મકવાણા, કુષ્ણરાજસિંહ પુથ્વીરાજસિંહ ઝાલા, બળવંતભાઈ પ્રભુભાઈ દેગામા પ્રેટ્રોલીંગમાં હતા ત્યારે દીવ્યરાજસિંહ ઝાલા અને કૃષ્ણરાજસિહ પથ્વીરાજસિંહ ઝાલાને મળેલી બાતમી આધારે નવાપરા પંચાસર રોડ હનુમાન મંદીર પાસે જુગારની રેડ કરી હતી સ્ટ્રીટ લાઈટના અંજવાળે જુગાર રમતા પાંચ ઈસમો જેમાં વિશાલ વિનુભાઇ દલસાણીયા કોળી, દીપક વિનુભાઈ શંખેસરીયા કોળી, રાજેશ રાણાભાઈ ડાંગરોયા કોળી, હરેશ સોમાભાઈ બાવરીયા કોળી અને નાનજી પ્રાગજીભાઈ પંડીત કોળી મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડ રૂપિયા 22,700 નો મુદામાલ કબ્જે કર્યો હતો અને આગળની કાર્યવાહી કરેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા
મૂળ મોટા દહીંસરાના અને હાલ મોરબીના ન્યુ ચંદ્રેશનગર સતનામનગર પાસે બાલાજી એપાર્ટમેન્ટમાં રહેતા નાગજીભાઈ કરશનભાઈ કાંજીયા પટેલ નામના 56 વર્ષીય આધેડ બાઈક લઈને જતા હતા ત્યારે શનાળા ગામ પાસેની પટેલ સમાજની વાડી નજીક બાઇક આડે ખુંટીયો ઉતરતા સર્જાયેલ અકસ્માતમાં ઈજાઓ થવાથી સારવારમાં ખસેડાયા હતા.જ્યારે ગંદ્રાની વાડી જય ગણેશ શોરૂમ નજીક શનાળા ગામ પાસે રહેતા મંજુબેન અનિલભાઈ નકુમ નામના 57 વર્ષીય મહિલા બાઇકમાં બેસીને શાકમાર્કેટ જવા નીકળ્યા હતા ત્યારે રસ્તામાં બાઈક સ્લીપ થઈ જતા મંજુબેનને સારવારમાં ખસેડાયા હતા.

છરી વડે હુમલો
સામાકાંઠે સર્કિટ હાઉસ સામે આવેલ વિદ્યુતનગરના ઢાળીયા પાસે રહેતો ગોપાલ ભીમાભાઇ સોલંકી નામનો 27 વર્ષીય યુવાન માળીયાના ખારચીયા ગામની સીમમાં હતો ત્યાં કોઈ અજાણ્યા ઈસમ સાથે બોલાચાલી થતા અજાણ્યા ઇસમે તેને છરી ઝીંકી દેતા ઈજાગ્રસ્ત થયેલા ગોપાલ સોલંકીને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો.જ્યારે મોરબી નજીકના શનાળા ગામે રમેશભાઈ કાંજીયાની વાડીએ રહીને મજૂરી કામ કરતો ટેરૂભાઈ કીટુભાઈ આદિવાસી નામનો 30 વર્ષનો યુવાન કોઈ કારણોસર ઝેરી દવા પી જતાં તેને પણ સારવારમાં સિવિલે લઈ જવાયો હતો.

મહિલા સારવારમાં
વાંકાનેરના દીઘડિયા ગામે રહેતી રજીયાબેન અયુબભાઈ શેરસીયા નામની 45 વર્ષીય મહિલાને મોડીરાત્રીના તેમના પતિ અયુબભાઈ અને ઇલીયાસભાઈએ કોઈ કારણોસર ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા ત્યાંથી નોંધ આવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.


Loading...
Advertisement
Advertisement