વાંકાનેરની પલાસ ચોકડી પાસેથી 12 બોટલ દારૂ સાથે રાજકોટનો શખ્સ પકડાયો

13 October 2021 01:07 PM
Morbi
  • વાંકાનેરની પલાસ ચોકડી પાસેથી 12 બોટલ દારૂ સાથે રાજકોટનો શખ્સ પકડાયો

( જીજ્ઞેશ ભટ્ટ ) મોરબી તા 13
વાંકાનેર તાલુકાની પલાસ ગામની ચોકડી પાસેથી પસાર થતાં બાઇકને રોકીને પોલીસે તલાશી લેતા રાજકોટનો એક શખ્સ હાલમાં 12 બોટલ દારૂ સાથે ઝડપાયો હતો જેથી પોલીસે દારૂ અને બાઇક મળીને 19પ00 ના મુદામાલ સાથે આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે બનાવની જાણવા મળતી માહિતી મુજબ રાજકોટ આર.ટી.ઓ કચેરી પાછળ માલધારી સોસાયટીમાં રહેતો રણજીતભાઇ ઉર્ફે જયંતીભાઇ દાનાભાઇ ઓળકીયા જાતે કોળી (ઉ.23) વાંકાનેર તાલુકાની પલાસ ગામની ચોકડી પાસેથી પસાર થતો હતો ત્યારે પોલીસે તેના બજાજ પ્લેટીના બાઇક નંબર જીજે 13 એએલ 0358 ને રોકીને ચેક કરતાં તેની પાસેથી 12 બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 1પ000 નું બાઇક અને 4પ00 ની કિંમતનો દારૂ કબજે કર્યો હતો અને કુલ 19પ00 ના મુદામાલ સાથે આરોપીને પકડીને તેની સામે આઇપીસી કલમ 65(એ)(એ), 116(બી), 81, 98(ર) મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી

દેશી દારૂ
માળીયા મિયાણા નીરુબેનનગર ગામના પાટીયા પાસે બાવળની ઝાડીઓ દારૂની રેડ કરી હતી ત્યારે નદીમભાઇ ઉમરદીનભાઇ જામ જાતે મિયાણા (ઉ.28) રહે-ભીમસર ચોકડી વાળો દેશી દારૂ વેચાણ કરવાના ઇરાદે પોતાના કબ્જામા રાખેલી હાલતમાં મળી આવ્યો હતો જેથી પોલીસે 300 લીટર દેશી દારૂ જેની કિંમત 6000 અને બાઇક નંબર જીજે 3 ઈજી 0420 જેની કિંમત 45,000 સાથે મળી આવ્યો હતો જેથી પોલીસે 51000 ના મુદામાલ સાથે તેની ધરપકડ કરી હતી અને તેની પાસેથી તાજમહમદ કરીમભાઇ સંધવાણી રહે વાડા વિસ્ત્તાર માળીયા અને અલી ગુલમામદભાઇ સંધવાણી રહે નવાગામ માળીયા વાળાના નામ સામે આવ્યા હોવાથી પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે


Loading...
Advertisement
Advertisement