મોરબીના ભડીયાદ ગામે યુવાન સાથે ભટકાયેલા શખ્સે છરીનો ઘા માર્યો

13 October 2021 01:08 PM
Morbi
  • મોરબીના ભડીયાદ ગામે યુવાન સાથે ભટકાયેલા શખ્સે છરીનો ઘા માર્યો

‘દેખાતું કેમ નથી’ કહેતા લુખ્ખાગીરી

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા. 13
મોરબીના ભડીયાદ ગામે રામપિરના ઢોરે પાણીના ટાંકા પાસેથી જતાં યુવાન સાથે ભટકાયેલા શખ્સનેકેમ દેખાતુ નથી તેવું યુવાને કહેતા ઉશ્કેરાયેલા શખ્સે ઝપાટો મારી હતી અને બીજા શખ્સે ત્યાં આવીને છરીનો પેટના ભાગે ઘા ઝીકિ દીધો હતો જેથી ઇજાગ્રસ્ત યુવાનને સારવારમાં ખસેડાયો હતો. બનાવની જાણવા મળતી માહિતી મુજબ હાલ ઓપેરા કારખાનાની ઓરડીમાં ભડીયાદ ગામમાં આવેલ રામાપીરના ઢોરા સામે રહેતા મુળ ઓરિસ્સાના નાઉસાહી ગામના રાજુભાઈ સાયબભાઈ ખાન મુસ્લીમ (ઉ.41) એ જયુભા તથા લાલાભાઇ રહે. બન્ને ભડીયાદ રામાપીરના ઢોરા સામે છરી વડે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે રામપિરના ઢોરે પાણીના ટાંકા પાસેથી તે જતો હતો ત્યારે આરોપી જયુભા તેની સાથે ભટકાયો હતો જેથી તેને કેમ દેખાતુ નથી તેમ કહ્યું હતું જેથી આરોપી જયુભાએ યુવાનને ગાળો આપી બે થી ત્રણ ઝાપટ મારેલ હતી અને ત્યારે આરોપી લાલાભાઇએ આવી પોતાના નેફામાંથી છરી કાઢી તેને પેટના ભાગે છરીનો ઘા મારી દીધો હતો જેથી રાજુભાઇને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા તેને હાલમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા ચક્રોગતિમાન કરેલ છે.


Loading...
Advertisement
Advertisement