શ્રદ્ધાના પ્રતિકસમાં ગરબામાં ચકલી ઘર અને ’ફૂલછોડ’

13 October 2021 01:09 PM
kutch
  • શ્રદ્ધાના પ્રતિકસમાં ગરબામાં ચકલી ઘર અને ’ફૂલછોડ’

ભુજની એક શાળાનો ટ્રેન્ડ-સેટિંગ વિચાર: લોકોને પણ અપીલ

ભુજ તા. 13
આસો નવરાત્રી દરમ્યાન નવે નવ દિવસ દેવ મંદિરોમાં અને ઘરોઘર ગરબાનું સ્થાપન થાય છે અને નવલાં નોરતાંના નવે નવ દિવસ આ ગરબામાં દિપક પ્રગટાવી તેનું પૂજન કરાય છે,પણ નવમા નોરતાંના અંતે આ પવિત્ર ગરબાઓને નદી-તળાવો,સરોવરોમાં વિસર્જિત કરી દેવાની પરંપરા છે,પણ આ વખતે એક ટ્રેન્ડ-સેટિંગ વિચારને લઈને ગરબા તરાવી દેવાને બદલે તેને ભુજની એક શાળાને જો અર્પણ કરવામાં આવશે તો શાળાના ભૂલકાંઓ દ્વારા તેમાં ચકલી ઘર બનાવાશે અને તેમાં નાના ફૂલછોડ પણ ઉગાડવામાં આવશે. આ અંગે ભુજના જય અંજારિયાના જણાવ્યા પ્રમાણે માતાજીના ગરબાને પાણીમાં ન પધરાવતાં તેને ભુજના જાદવજી નગર ખાતે આવેલી હેપી ફેસિસ સ્કૂલમાં આપી જવાથી તેમાંથી વિલુપ્ત થતી ચકલીના ઘર બનાવવામાં આવશે ઉપરાંત આ ગરબામાં નાના ફૂલછોડ પણ ઉગાડવામાં આવશે. આ વિચાર તદ્દન નવો અને ટ્રેન્ડ-સેટિંગ હોવાનું તેમણે ઉમેર્યું હતું.લોકોને પોતાના ગરબા પાણીમાં ન તરાવવા અને શાળામાં જમા કરાવવા અપીલ કરાઈ છે.


Loading...
Advertisement
Advertisement