મોરબીના લાલપર-ઘૂટું પાસેથી ત્રણ બાઈકની ચોરી: બે શખ્સોની ધરપકડ, એકની શોધખોળ

13 October 2021 01:09 PM
Morbi
  • મોરબીના લાલપર-ઘૂટું પાસેથી ત્રણ બાઈકની ચોરી: બે શખ્સોની ધરપકડ, એકની શોધખોળ

વધુ એક ગુનાનો ભેદ ખુલ્યો: એકની શોધખોળ

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા. 13
મોરબી પંથકમાથી બાઇક ચોરીના ગુનામાં અગાઉ પકડાયેલા ત્રણ શખ્સોની સામે તાલુકા પોલીસ સ્ટેશને વધુ એક બાઇક ચોરીનો ગુનો નોંધાયો છે જેમાં આરોપીઓએ તાલુકાનાં લાલપર ગામ પાસેથી બે અને ઘૂટું ગામ પાસેથી એક એમ કુલ મળીને ત્રણ બાઈકની ચોરી કરેલ છે જેથી પોલીસે ભોગ બનેલા યુવાનની ફરિયાદ લઈને બે આરોપીની ધરપકડ કરલે છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ લાલપર નકલ્ંક નિવાસ ચતુરભાઇ પટેલના મકાનમા રહેતા મુળ યુપીના મોતીપુર ટીકૈતના રહેવાસી સુનીલકુમાર અભિમન્યુભાઇ સૈની માળી (ઉ.34) એ ગૌતમ ટપૂભાઈ ડાભી રહે, થાનગઢ રૂપાવટી રોડ દલવાડીનગર, વિકાશ ભરતભાઈ પનારા રહે, થાનગઢ રૂપાવટી રોડ રામાધણીના નેસડામાં અને રાકેશ દેવજીભાઈ મકવાણા રહે, મોરથળા તાલુકો થાનગઢની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે,

ગત તા.5/9/2021 થી કોઈપણ સમયે ઘર પાસે પાર્ક કરેલ તેનુ હીરો સ્પલેન્ડર પ્લસ નં- જીજે 36 એબી 1870 કિંમત 35000 તથા અન્ય વ્યક્તિનું હીરો સ્પલેન્ડર પ્લસ જીજે 12 સિકે 4095 કિંમત 35,000 અને હીરો સ્પલેન્ડર પ્લસ જીજે 36 એએ 6301 કિંમત 20000 આમ કુલ 90,000 ના બાઈકની ચોરી કરી હતી જે ગુનામાં પોલીસે ગૌતમ અને વિકાશની ધરપકડ કરેલ છે ત્રીજા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.


Loading...
Advertisement
Advertisement