દિવાળીના તહેવારોને અનુલક્ષીને તમામ રાશનકાર્ડ ધારકોને રાશન આપવા માંગ

13 October 2021 01:11 PM
kutch
  • દિવાળીના તહેવારોને અનુલક્ષીને તમામ રાશનકાર્ડ ધારકોને રાશન આપવા માંગ

ભચાઉ કોંગ્રેસના શિવરાજસિંહ જાડેજાનું મુખ્યમંત્રીને આવેદન

(ગની કુંભાર) ભચાઉ તા.13
દિવાળી જેવા મોટા તહેરો સમયે વ્યાજબી ભાવની સરકારી રાશનની દુકાનેથી તમામ પ્રકારના અંત્યોદય, બીપીએલ શિવાયના કાર્ડધારકોને પણ રાશન આપવામાં આવે એવી માંગ ભચાઉ કોંગ્રેસના શિવરાજસિંહ જાડેજાએ કરી છે.

કોરોનાથી કમ્મરતોડ ભાંગી ગયેલો મધ્યમવર્ગ તહેવારોમાં પોતાના પરિવારને સારાવાના કરી શકે તે માટે રાશનકાર્ડ દિઠ 5 લીટર તેલ, 5 કિલો ખાંડ, ચણા દાળ, તુ7ર, ઘઉં, ચોખા અને તમામ ગરીબ મધ્યમ વર્ગની જીવન જરૂરી ચીજો આ વ્યાજબી ભાવની સરકારી દુકાનોએ વ્યાજબી ભાવથી આપવામાં આવે.

ખાસ તો ગામડાઓમાં રહેતા ખરેખર છેલ્લા બે ત્રણ વર્ષથી આથિક સંકડામણમાં આવી ગયેલા પરિવારોને જેમાં રાશન કાર્ડ બીપીએલ કે અંત્યોદય નથી એ તમામ પરિવારોને ગામે ગામ કચ્છ જિલ્લામાં રાશન વિતરણ કરવામાં આવે અને ગરીબોના બંધ પડેલા કેરોસીન વિતરણ કરવામાં આવે એવી અમારી માંગણી છે.

ગેસ સબસીડી જયારે બંધ છે. ગેસ મોંઘાદાટ થયા છે ત્યારે ગરીબ પરિવારોને ફરજિયાત ગેસ કનેકશન લેવાની ફરજ પાડવામાં ન આવે અને એમને કેરોસીન નિયમીત વિતરણ થાય એ ખાસ જરૂરી છે તેમ અંતમાં જણાવાયું છે.


Loading...
Advertisement
Advertisement