રૂા.100 લાખ કરોડની ગતિ શકિત યોજના લોન્ચ કરતા વડાપ્રધાન

13 October 2021 01:24 PM
India
  • રૂા.100 લાખ કરોડની ગતિ શકિત યોજના લોન્ચ કરતા વડાપ્રધાન

* કેન્દ્રીય યોજનામાં અભુતપૂર્વ ઝડપ આવશે તથા કરદાતાના નાણાનો પણ બચાવ થશે

* દેશભરમાં માર્ગો, ગેસ પાઇપલાઇન, જળમાર્ગો એકબીજા સાથે જોડાશે : કૃષિ, ઔદ્યોગિક, ફાર્મા, ટેક્ષટાઇલ્સ સહિતના ક્ષેત્રો માટે ખાસ હબ ઉભા કરાશે : કેન્દ્ર સરકારના તમામ આયોજન વિભાગોની યોજના એક જ પોર્ટલ પર આવી જશે

* દિલ્હીના પ્રગતિ મેદાનમાં યોજાયેલ ખાસ કાર્યક્રમમાં વડાપ્રધાનનું સંબોધન : આગામી રપ વર્ષની યોજનાઓની ભેટ એક સમયે આપવામાં આવી છે : સરકારી યોજનાઓ એટલે બાબુશાહી તેવા ખ્યાલથી હવે કાયમી મુકિત

નવી દિલ્હી, તા. 13: દેશમાં કેન્દ્રીય મંત્રાલયોને સાંકળતા નવા ગતિ શકિત પ્રોજેકટને લોન્ચ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે હવે તમામ રાષ્ટ્રીય પ્રોજેકટ સમય પર જ પુરા થશે અને કરદાતાનો એક પણ પૈસો વેડફાશે નહીં. વડાપ્રધાને આજે રૂા. 100 લાખ કરોડની ગતિશકિત શકિત યોજના મારફત દેશમાં લાખો રોજગાર પણ સર્જાશે ગુજરાત સહિત દેશભરમાં મલ્ટી મોડલ કનેકટીવીટીને આવરી લેતી આ યોજના મારફત આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન પણ આગળ વધશે.

આ યોજના હેઠળ મહત્વકાંક્ષી 1.પ ટ્રીલીયન ડોલરનો રાષ્ટ્રીય ઇન્ફ્રાસ્ટ્રકચર પાઇપલાઇન પ્રોજેકટ પણ આવરી લેવાયો છે. દેશને આગામી દિવસોમાં પાંચ ટ્રીલીયન ડોલરનું અર્થતંત્ર બનાવવાના આયોજનને પણ વેગ મળશે. વડાપ્રધાન મોદીએ વર્ચ્યુઅલ સંબોધનમા કહ્યું હતું કે 25 વર્ષના આયોજનને ધ્યાનમાં રાખીને આ યોજના તૈયાર કરવામાં આવી છે. અને દેશને 21મી સદીની વિકાસ યોજનાની ભેટ આપવા સરકાર જઇ રહી છે ખાસ કરીને જે મુળભુત આયોજનો છે તેની આ યોજના છે.

આજે નવરાત્રીના મહાઅષ્ટમી અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે ગતિ શકિત યોજના લોન્ચ કરી હતી જેમાં વડાપ્રધાને એક રીમોટ બટન દબાવીને આ યોજનાનો દેશભરમાં પ્રારંભ કરાવ્યો છે. 16 કૈન્દ્રીય મંત્રાલયો દ્વારા આયોજીત ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટને એક ખાસ પોર્ટલ હેઠળ આવરી લેવાયા છે. તમામ વિભાગો એક બીજા સાથે સંકલન કરીને મલ્ટી મોડલ કનેકટીવીટી માટે કામ કરશે. વડાપ્રધાન કાર્યાલયની સીધી નજર હેઠળ આ યોજનાને છ સ્તંભો ઉપર આવરી લેવાઇ છે. ખાસ કરીને કેન્દ્રીય યોજનામાં જે મોટો વિલંબ થાય છે તેનાથી યોજનાનો ખર્ચ અનેકગણો વધી જાય છે પરંતુ હવે તેમાં મોટી રાહત મળશે.

આ યોજના હેઠળ દેશભરમાં ગેસ વાહન માટે પાઇપલાઇન બિછાવવાનું, વિવિધ સડકોનું નિર્માણ, જળમાર્ગ અને સડકોનું જોડાણ તથા ભારતમાલા તથા સાગરમાલા પ્રોજેકટ ઉપરાંત આંતર રાજય અને આંતરદેશી જલમાર્ગનો પણ સમાવેશ કરાયો છે. જેમાં માર્ગમાં ટેક્ષટાઇલ્સ કલસ્ટર, ફાર્માસ્યુટીકલ કલસ્ટર, રક્ષા ક્ષેત્ર માટે ખાસ પાર્ક, ઇલેકટ્રોનિક અને ઉદ્યોગ, ફિશીંગ પાર્ક તથા એગ્રી ઝોન આ તમામને આવરી લેવાશે અને તેની સુવિધા માટે ખાસ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ ઉભો થશે. વડાપ્રધાનની આ યોજના હેઠળ ગુજરાતમાં ગાંધીનગર ખાતે પણ મહાત્મા મંદિરમાં યોજાયેલા એક પ્રોગ્રામમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના અગ્રણીઓ હાજર હતા.


Related News

Loading...
Advertisement
Advertisement