ગુજરાતની મેડીકલ કોલેજોને 24 કલાકમાં ખાલી જગ્યાનો ડેટા મોકલવા કેન્દ્રનો આદેશ

13 October 2021 02:57 PM
Ahmedabad Education Gujarat India
  • ગુજરાતની મેડીકલ કોલેજોને 24 કલાકમાં ખાલી જગ્યાનો ડેટા મોકલવા કેન્દ્રનો આદેશ

* મેડીકલ નિયમનકારી સંસ્થા એકશનમાં

* રાજયની 14 સિવીલ હોસ્પીટલોમાં 815 જગ્યા ખાલી: વડાપ્રધાન તમામ રાજયોના સચીવો સાથે આ મુદ્દે કરશે ચર્ચા

અમદાવાદ તા.13
ગુજરાતની જે મેડીકલ કોલેજોમાં સર્જીકલ હડતાળ છે કે જયાં શિક્ષકો-કમ-ડોકટરોની જગ્યાઓ મોટા પ્રમાણમાં ખાલી છે.તેવી તમામ સંસ્થાઓના ડીનને તબીબી શિક્ષણની કેન્દ્રીય નિયમન સંસ્થાએ 24 કલાકની અંદર ખાલી જ્ગ્યાની તમામ વિગતો મોકલવા જણાવાયું છે.

નેશનલ મેડીકલ કમીશનના મેડીકલ એસેસમેન્ટ એન્ડ રેટીંગ બોર્ડે દેશભરની સરકારી મેડીકલ કોલેજોને સખ્ત શબ્દોમાં લખેલા પત્રમાં જણાવાયું છે કે એમએઆરબીએ જોયુ છે કે કોલેજોમાં ઘણા વિભાગોમાં વર્ષોથી ખાલી જગ્યાઓ પડેલી છે.

તેમાં ઉમેર્યુ કે, સંસ્થાઓ શિક્ષકો માટે પાત્રતાના માપદંડને પૂર્ણ કર્યા વિના યુજી, પીજી અને સુપર સ્પેશ્યાલીટી અભ્યાસક્રમો માટે અરજી કરી રહી છે.ઉપરાંત તબીબી શિક્ષણ માટે અતિ આવશ્યક સાધનો તેમજ તાલીમનાં ધોરણો જાળવવા જરૂરી બાબતોનો પણ અભાવ જોવા મળી રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતના દર્દીઓ, ડોકટરો, તથા મેડીકલ વિદ્યાર્થીઓ માટે લાંબા સમયથી પડતર મુદ્દાને વધુ વિલંબ કર્યા વિના ઉકલાય તેવી અપેક્ષા છે. લાયક ઉમેદવારો દ્વારા નિરર્થક પરીણામો અને દર મહિનાની કરાર આધારીત ભરતી પ્રક્રિયા શરૂ રાખવાની બાબતમાં વધારો થયો છે.

કેન્દ્રીય નિયમનકારી સંસ્થાના નિરિક્ષણ અને હસ્તક્ષેપ બાદ પેરીફેરલ મેડીકલ કોલેજ તેમજ હોસ્પીટલોમાં ડોકટરોની વાર્ષિક બદલી બંધ થાય તેવી આશા છે. સુત્રોએ જણાવ્યું હતુ કે ઓછામાં ઓછી પાંચ રાજય સંચાલીત મેડીકલ કોલેજો આ વર્ષે એમએસસી નિરીક્ષણ માટે અરજી કરે તેવી શકયતા છે.

પત્રમાં ઉમેરવામાં આવ્યુ હતું કે, કેન્દ્ર દ્વારા આ બાબતને ગંભીરતાથી લેવામાાં આવી છે અને વડાપ્રધાન સાથેના મુખ્ય સચીવોની કોન્ફરન્સમાં આ બાબતનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. મહત્વનુ છે કે વર્તમાનનાં કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયા ગુજરાતનાં જ છે.

મળતી માહીતી મુજબ 14 સરકાર સંચાલીત મેડીકલ કોલેજોમાં શિક્ષકોની ખાલી જગ્યા 815 પર પહોંચી ગઈ છે. 6 સરકારી કોલેજોમાં 28 જુલાઈમાં શિક્ષકોની 556 જગ્યા હતી. જેમાંથી 1554 માંથી વર્ગ-2 ની 434 જગ્યા ખાલી હતી. અને મંજુર 596 માંથી વર્ગ-2 ની 122 જગ્યા ખાલી હતી. રાજયની 6 સૌથી મોટી જાહેર આરોગ્ય સંસ્થાનામાં 26 ટકા જગ્યા ખાલી છે. ગુજરાત મેડીકલ એજયુ એન્ડ રિસર્ચ સોસાયટી સંચાલીત 8 મેડીકલ કોલેજોમાં સપ્ટેમ્બરમાં 147 ઉમેદવારોને નિમણુંક ઓર્ડર અપાયા પરંતુ માત્ર એક જ સપ્તાહમાં જોડાવાના નિયમને કારણે માત્ર 90 જગ્યા ભરાઈ જયારે 259 હજુ ખાલી છે.

રાજયનાં આરોગ્ય વિભાગના, વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યુ કે એનએમસી તરફથી મેઈલ મળ્યા બાદ રાજયએ તમામ કોલેજોને વ્યકિતગત રીતે કેન્દ્રને ડેટા મોકલવાનો આદેશ કર્યો છે.મેડીકલ એજયુ.એડીશ્નલ ડિરેકટર ડો.રાઘવેન્દ્ર દિક્ષિતે જણાવ્યુ કે અમે મેડીકલ કોલેજોને બને તેટલી વહેલી તકે એનએમસીને ડેટા મોકલવા જણાવ્યુ છે.


Related News

Loading...
Advertisement
Advertisement