વિદ્યાર્થીનીઓ તથા મહિલાઓ માટે લિગલ એવરનેસ એન્ડ ડિફેન્સ ટેકનિકલ શિબિર યોજાઇ

13 October 2021 02:59 PM
Jamnagar
  • વિદ્યાર્થીનીઓ તથા મહિલાઓ માટે લિગલ એવરનેસ એન્ડ ડિફેન્સ ટેકનિકલ શિબિર યોજાઇ

કાલાવડના લેઉવા પટેલ સેવા સમાજ દ્વારા

રાજકોટ,તા.13
વર્તમાન સમયમાં સ્ત્રીઓની સુરક્ષા એક ગંભીર મુદો છે.આવા સમયે મહિલાઓને પોતાના હક અને રક્ષણ માટે બનાવેલા કાયદાઓ અને સ્વની સુરક્ષા માટે ડિફેન્સ ટેકનિકસની સમજ હોવી અનિવાર્ય બની જાય છે. આ વિષય માટે તાજેતરમાં રાજકોટના જાણીતા જીનિયસ ગૃપ ઓફ ઇન્સ્ટીટયુશન્સ અને જીલ્લા કાનુની સેવા સતા મંડળ જામનગરના સહયોગથી કાલાવડના લેઉવા પટેલ સેવા સમાજ ખાતે મહિલાઓ માટે લિગલ એવરનેસ એન્ડ ડિફેન્સ ટેકનિકલ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ શિબિરમાં નિષ્ણાંત વકતાઓ તરીકે પ્રજ્ઞેશભાઇ સુચક સાહેબ, રોહિત શીકા અને માર્શલ આર્ટસના નિષ્ણાંત થંગજમ બાસુજીત સિંઘએ ઉપસ્થિત વિદ્યાર્થીનીઓ અને ઇન્સ્ટીટયુટના મહિલા સભ્યોને સ્વબચાવની તાલીમ અને જાતીય સતામણી જેવી બાબતો અંગે કાનુની માર્ગદર્શન પુરુ પાડયું હતું. શિબિરના વકતા પ્રજ્ઞેશભાઇ સુચક અને સરકાર પ્રમાણિત ટ્રેનર તરીકે કાર્યરત છે. જયારે ત્રીજા નિષ્ણાંત માર્શલ આર્ટસના નિષ્ણાંત બાસુજીત થંગજમ કે જેઓ વીંગ ચંગ કુંગ ફુમાં 4 દાન બ્લેક બેલ્ટ, ટેક વન્ડોમાં 1 દાન બ્લેક બ્લેટ, કરાટેમાં 5 દાન બ્લેક બેલ્ટની કુશળતા ધરાવે છે. તેમણે રાજકોટ અને જામનગરના પોલીસ માટે તાલીમ કાર્યક્રમ, ગલર્સ ડિસ્ટ્રીક મેજીસ્ટ્રેટ માટે તાલીમ પ્રોગ્રામ, તેમજ સૌરાષ્ટ્રભરમાંથી 44,000 થી વધુ બહેનો માટે ટ્રેનીંગ તથા ખેલ મહાકુંભમાં પણ તાલીમો આપી છે.

પ્રજ્ઞેશભાઇ સુચક સાહેબે ઉપસ્થિત મહિલાઓને કાયદા દ્વારા નારીઓ માટે જાતીય સતમણી જેવા ગુનાઓ સામે કેવું રક્ષણ મળે છે. તે બાબતનું માર્ગદર્શન પુરુ પાડયું હતું.ે જયારે બાસુજીત થંગજમે વિદ્યાર્થીનીઓને સ્વબચાવ માટે વિવિધ સેલ્ફડિફેન્સની તકનીકોનું નિદર્શન કરીને બતાવ્યું હતું. જેમાં વિવિધ કિક, પંચ તેમજ જો કોઇ સ્ત્રીની છેડતી કે તેના પર શારીરીક પ્રહાર કરવામાં આવે તો તેનો પ્રતિકાર કેવીરીતે કરી શકાય તેની વિવિધ ટેકનીકસ પ્રદર્શીત કરવામાં આવી હતી.

આ સમગ્ર કાર્યક્રમની સફળતા માટે જીનિયસ ગૃપના ચેરમેન ડીવી મહેતા, સીઇઓ ડિમ્પલબેન મહેતા, કાલાવડ તાલુકા લેઉવા પટેલ સેવા સમાજના મેનેજીંગ ટ્રસ્ટી જમનભાઇ તારપરા, વેલજીભાઇ સભાયા, લાલજીભાઇ કપુરીયા, હસમુખભાઇ લાખાણી અને જીનિયસ ફે્રન્ચાઇઝીના કો ઓર્ડિનર દ્રિષ્ટી ઓઝાના માર્ગદર્શનમાં આયોજક સંસ્થાના સ્ટાફ અને ટીમના સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.


Loading...
Advertisement
Advertisement