કરણપરા ચોકની ગરબી: અદભૂત રાસ-ગરબાની પ્રસ્તુતિથી આફરીન

13 October 2021 03:55 PM
Ahmedabad Dharmik Rajkot
  • કરણપરા ચોકની ગરબી: અદભૂત રાસ-ગરબાની પ્રસ્તુતિથી આફરીન
  • કરણપરા ચોકની ગરબી: અદભૂત રાસ-ગરબાની પ્રસ્તુતિથી આફરીન
  • કરણપરા ચોકની ગરબી: અદભૂત રાસ-ગરબાની પ્રસ્તુતિથી આફરીન

રાજકોટમાં કરણપરા ચોકની ગરબી શહેરની ટોપટેનમાં સ્થાન ધરાવે છે. છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે ગરબીન આયોજન કરવામાં આવેલ નહોતું. આ વખતે ગરબી મંડળ દ્વારા સુશોભન =રોશનીમાં કાપ મુકાયો છે.

કરણપરા ચોકની ગરબીમાં અઘોર નગારા વાગે અત્યંત જાણીતી કૃતિ છે. આ રાસ જોવા લોકો મોડેસુધી બેસી રહેતા હોય છે. આ વખતે મોગલ માનો મેળો, બેડા રાસ, રામ રોટક્ષ, બાદશાહ રાસ, 251 દીવડા રાસ, વગેરે રજૂ થયા છે. ગરબીમાં 25 બાળાઓ ભાગ લઈ રહી છે. અને 8થી 12 વર્ષની બાળાઓનો સમાવેશ કરાયો છે.

બાળાઓની દરેક કૃતિ પર લોકો આફરિન પોકારી ઉઠે છે.કરણપરા ચોક ગરબીમાંં અજય આહિર, પ્રાચીબેન જાદવ, પુનમ ગોંડલીયા, વગેરે ગાયક વૃંદમંં છડેે. ઢોલ પર યશ તન્ના, વિશાલ વરૂ, બેન્જો પર ભીખાભાઈ માંડલીયા, મંજુરા પર પંકજ ડોબરીયા ભારે જમાવટ કરે છે. તેમ આયોજક કિરીટ પાંધીએ જણાવેલ છે.
પ્રથમ તસ્વીરમાં મા ખોડિયારના દર્શન થાય છે. બીજી અને ત્રીજી તસ્વીરમાં રાસની અદભૂત પ્રસ્તુતિ છેલ્લી તસ્વીરમાં વિરાટ સંખ્યામાં ઉમટી પડેલા લોકો જોવા મળે છે. (તસ્વીર: દેવેન અમરેલીયા)


Related News

Loading...
Advertisement
Advertisement