એર ઈન્ડીયા મફત થઈ ગઈ! ટાટા ગ્રુપના શેરોમાં જોરદાર તેજી: ઈન્ડેકસ નવી ટોચે

13 October 2021 04:14 PM
India
  • એર ઈન્ડીયા મફત થઈ ગઈ! ટાટા ગ્રુપના શેરોમાં જોરદાર તેજી: ઈન્ડેકસ નવી ટોચે

* બપોર સુધીમાં જ ટાટા ગ્રુપની કંપનીઓના માર્કેટ કેપમાં રૂા. 70000 કરોડની વૃદ્ધિ

* સેન્સેકસમાં 500 પોઈન્ટનો ઉછાળો: ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, ટાટા પાવર, ટાટા કેમીકલ્સ, ટાટા ક્ધઝયુમર્સ, ટાઈટન વગેરેમાં જબરજસ્ત ઉછાળો

* મુંબઈ શેરબજારનું માર્કેટકેપ પણ રૂા.2.70 લાખ કરોડની નવી ટોચે: પાંચ દિવસમાં સેન્સેકસ 1471 પોઈન્ટ વધ્યો: ઈન્વેસ્ટરોની સંપતિમાં રૂા.8.03 લાખ કરોડનો વધારો

રાજકોટ તા.13: શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજીનો સિલસિલો યથાવત રહ્યો છે ત્યારે આજે ટાટાગ્રુપના શેરબજારમાં જોરદાર તોફાન સર્જાયુ હતું. ટાટા મોટર્સ, ટીસ્કો, ટાટા કેમીકલ્સ, ટાટા પાવર, ટાઈટન, ટાટા ક્ધઝયુમર સહીતનાં શેરો ઉછળ્યા હતા. સેન્સેકસ તથા નીફટી નવી ઉંચાઈએ પહોંચ્યા હતા.

શેરબજારમાં વન-વે તેજીનો દોર આજે પણ ચાલુ રહ્યો હતો.કોઈ નકારાત્મક કારણો ન હતા સામે આશાવાદી-પ્રોત્સાહક પરિબળો આવતા હોવાથી સાનુકુળ અસર હતી. કોરોનાકાળ પછી હવે ભારતના, આર્થિક વૃદ્ધિદર સમગ્ર વિશ્વમાં સૌથી ઉંચો રહેવાના આંતર રાષ્ટ્રીય નાણાંનીધીના રીપોર્ટથી તેજીને નવુ કારણ મળી ગયુ હતું.
આર્થિક રીકવરી સારી જ છે હવે નાણાનિધીએ તેનો સ્વીકાર કરતાં તેજીને બળ મળી ગયુ હતું.

કોર્પોરેટ પરિણામો પણ અફલાતુન આવવાના આશાવાદની સારી અસર હતી. મ્યુચ્યુઅલ ફંડો જંગી ખરીદી કરી રહ્યા છે. સરકાર આર્થિક સુધારા-ખાનગીકરણ જોકે વધુ પગલા લેશે તેવી શકયતા સરકાર દ્વારા જાહેર કરાયેલી સબસીડી, કોરોના કેસોમાં સતત રાહત જેવા પરિબળો ટેકારૂપ રહ્યા હતા. શેરબજારમાં આજે ટાટાગ્રુપના શેરો લાઈટમાં આવ્યા હતા.ટાટા મોટર્સનાં ઈલેકટ્રીક વાહન પ્રોજેકટમાં વિદેશી જુથ 7500 કરોડનું રોકાણ ઠાલવશે તેવા રીપોર્ટની જોરદાર અસર હતી.

ટાટા મોટર્સ 97 રૂપિયાના ઉછાળાથી 518 થયો હતો.ટાટા સ્ટીલ 40 વધીને 1370, ટાટા પાવર 35 રૂપિયા વધીને 230, ટાટા કેમીકલ્સ 160 રૂપિયાના ઉછાળાથી 1140, ટાટા ક્ધઝયુમર્સ 35 રૂપિયાના ઉછાળાથી 851 સાંપડયો હતો. ટાટા ગ્રુપ ઉપરાંત ભારતી એરટેલ, ઈન્ફોસીસ, એચડીએફસી બેંક, કોટક બેંક, લાર્સન, મહીન્દ્ર, ટેક મહિન્દ્ર, ટાઈટન, અલ્ટાટ્રેક, સીમેન્ટ, બજાજ ફાઈનાન્સ, રીલાયન્સ, ભેલ જેવા અન્ય શેરો ઉંચકાયા હતા.

હિન્દ લીવર, મારૂતી, નેસલે, ટીસીએસ, એશીયન પેઈન્ટસ કોલ ઈન્ડીયા નબળા હતા. મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 511 પોઈન્ટના ઉછાળાથી 60795 હતો તે ઉંચામાં 60385 તથા નીચામાં 60452 હતો.નેશનલ સ્ટોક એકસચેંજનો નીફટી 187 પોઈન્ટના ઉછાળાથી 18179 હતો તે ઉંચામાં 18197 તથા નીચામાં 18050 હતો. શેરબજાર તથા સોશ્યલ મિડિયાના વાયરલ મેસેજ પ્રમાણે આજે બપોર સુધીમાં જ માત્ર ટાટા ગ્રુપના કંપનીઓનું માર્કેટ કેપ 15000 કરોડથી પણ અધિક વધી ગયુ હતું.

એટલે ટાટા ગ્રુપને એર ઈન્ડીયા મફત થઈ ગઈ છે.ટાટાગ્રુપે 18000 કરોડમાં એર ઈન્ડીયા ખરીદ કરી છે.એટલે માર્કેટ કેપમાં આજના વધારાથી તેનો ખર્ચ નીકળી ગયાનો ઘાટ છે. શેરબજારમાં ટાટા ગ્રુપનું માર્કેટ કેપ વૃધ્ધિ પામ્યુ હતું. સાથોસાથ મુંબઈ શેરબજારમાં લીસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ પણ 270,24,154.49 કરોડના રેકોર્ડબ્રેક સ્તરે પહોંચી ગયુ હતું. છેલ્લા પાંચ દિવસમાં સેન્સેકસમાં 1471 પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે. આ દરમ્યાન ઈન્વેસ્ટરોને 8.03 લાખ કરોડની કમાણી થઈ છે.

એરઈન્ડિયામાં કરદાતાના રૂા.1,57,339,00,00,000 હોમાણા
આગામી ડિસેમ્બરમાં હવે એર ઈન્ડીયા ટાટા ગ્રુપને સોપાઈ જશે પણ દેશના કરદાતાના રૂા.1,57,339 કરોડ રૂપિયા છેલ્લા 10 વર્ષમાં પણ હોમાઈ ગયા છે. આ એરલાઈનનું રાષ્ટ્રીયકરણ કરીને સરકાર હસ્તક લીધા બાદ છેલ્લા એક દશકાથી તે સતત ખોટ કરતી રહી છતાં તેને વેચી ન દેવાઈ અને સરકાર પાસે હવે એરઈન્ડીયાનું દેવું રૂા.46262 કરોડનું રહ્યું છે અને એરઈન્ડીયાની પેટા કંપની પણ સરકાર પાસે છે અને આ નેશનલ એરલાઈન કરદાતાને મોંઘી પડી છે. તેઓ માટે સરકારે જે નાણાં હોમ્યા તેનો આ સરવાળો થાય છે.


Related News

Loading...
Advertisement
Advertisement