આર્યન પાસે ડ્રગ મળ્યું નથી પણ આંતરરાષ્ટ્રીય ડ્રગ નેટવર્ક સાથે સંપર્ક ધરાવે છે: નાર્કોટીક દલીલ

13 October 2021 04:44 PM
Crime Entertainment India
  • આર્યન પાસે ડ્રગ મળ્યું નથી પણ આંતરરાષ્ટ્રીય ડ્રગ નેટવર્ક સાથે સંપર્ક ધરાવે છે: નાર્કોટીક દલીલ

* શાહરુખના પુત્રની જામીન અરજી પર દલીલો શરૂ

* અરબાઝ મર્ચન્ટ મારફત ડ્રગ મેળવતો હતો: હવે આર્યનના ધારાશાસ્ત્રીની દલીલ થશે: ચુકાદો વિલંબમાં પડવાની શકયતા

* ટવીટર પર વી-લવ શાહરુખ ટ્રેન્ડ થયું

મુંબઈ: બોલીવુડ અભિનેતા શાહરુખખાનના ડ્રગકાંડમાં સંડોવાયેલા પુત્ર આર્યનખાનની જામીન અરજીનો વિરોધ કરતા નાર્કોટીક બ્યુરોના ધારાશાસ્ત્રીએ ઘટસ્ફોટ કર્યો હતો કે આર્યનની ખુદની પાસે કોઈ ડ્રગ મળી નથી પણ તે આંતરરાષ્ટ્રીય ડ્રગ નેટવર્કનો એક હિસ્સો છે.

ધારાશાસ્ત્રીએ કહ્યું કે આર્યનખાન એક મોટા ડ્રગ નેટવર્ક સાથે સંપર્કમાં હતો અને તે વિદેશમાં પણ ગેરકાનુની રીતે ડ્રગ મેળવતો હતો. એનસીબીનો દાવો હતો કે આર્યન ખાન જે આ કેસમાં નંબર વન આરોપી છે. તે અરબાઝ મર્ચન્ટ પાસેથી ડ્રગ મેળવતો હતો અને બન્ને ખૂબ જ નજીકના સંબંધ ધરાવે છે. જેના કારણે તે આ અપરાધમાં સાથીદાર હોવાનું નિશ્ચિત થાય છે.

હવે આ દલીલનો જવાબ રજુ કરશે અને પછી નાર્કોટીક કારે આર્યનની જામીન અરજી પર નિર્ણય લેશે. નાર્કોટીગ વિભાગે જણાવ્યું કે ભલે આરોપીઓ પાસેથી ઓછું માદક દ્રવ્ય ઝડપાયું છે પરંતુ તેઓ જે રીતે આ સમગ્ર નેટવર્કમાં સામેલ છે તે ગંભીર બાબત છે. બીજી તરફ આજે આર્યનની જામીન અરજી સમયે ટવીટર પર શાહરુખખાન તરફી જબરા ટવીટ થયા હતા અને વી લવ એસઆરકે ટ્રેન્ડ થયું હતું.


Related News

Loading...
Advertisement
Advertisement