15 લાખ રૂપિયાનો ફોરફ્લોઝર ચાર્જ ભરવા માટે દબાણ કરનાર ઇન્ડસઇન્ડ બેંકને કોર્ટનું તેડુ

13 October 2021 04:49 PM
Rajkot Crime
  • 15 લાખ રૂપિયાનો ફોરફ્લોઝર ચાર્જ ભરવા માટે દબાણ કરનાર ઇન્ડસઇન્ડ બેંકને કોર્ટનું તેડુ

સાડા ત્રણ કરોડની લોન લેનાર ફરિયાદી બે વર્ષ બાદ પુરી લોન ભરવા તૈયાર થયા તો બેંક એ ફોરફલોઝર ચાર્જ ભરવા કહ્યું: ફોરમમાં ફરિયાદ

રાજકોટ, તા.13
ઇન્ડુસલેન્ડ બેંક માંથી મેળવેલી લોન પુરે પુરી ભરપાઈ કરવા માટે તૈયાર બનેલા ગ્રાહક ને 15 લાખ રૂપિયાનો ફોરફ્લોઝર ચાર્જ ભરવા માટે દબાણ કરતા બેંક સામે થયેલી ફોરમ માં ફરિયાદ ના અનુશન્ધાને અદાલતે બેન્ક ને નોટિક પાઠવી હાજર થવા ફરમાન જારી કરિયું છે

આ કેસ ની વિગત મુજબ ફરિયાદી ચિરાગ કાકડીયાએ રાજકોટની ઇન્ડસઇન્ડ બેંક માંથી સાડા ત્રણ કરોડ રૂપિયાની લોન લીધેલી અને તે લોન લીધાને 2 વર્ષ વીતી ગયા બાદ ચિરાગ કાકડીયાએ આ લોનની સંપૂર્ણ રકમ ભરી દેવાની ઇન્ડસઇન્ડ બેંકના મેનેજરને રજૂઆત કરતા બેંકએ જણાવેલ કે તમારે ફોર ક્લોઝર ચાર્જના રૂપિયા પંદર લાખ બેંકને ચુકવવા પડશે તો જ તમારી બાકી રહેતી લોન ભરપાઈ કરી શકશો.

ઇન્ડસઇન્ડ બેંક ના મેનેજરે ચિરાગ કાકડીયાને જણાવેલ કે તમોએ ફોર્લોઝર ચાર્જની રકમ રૂપિયા પંદર લાખ ફરજીયાત ભરવા પડશે તેવું જણાવેલ જે વાત રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયા કોવિડ ગાઈડલાઈન્સના નિયમ વિરુદ્ધની વાત હોયને ચિરાગ કાકડીયાએ તેના એડવોકેટ વિષ્ણુ બુદ્ધદેવ મારફત રાજકોટ ના ગ્રાહક સુરક્ષા તકરાર આયોગ સમક્ષ ઇન્ડસઇન્ડ બેંક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરેલ અને દાદ માંગેલ કે આ લોન ઉપર ઇન્ડસઇન્ડ બેંકએ જે ફોર્લોઝર ચાર્જ માંગેલ છે તે આર.બી.આઈ. કોવીડ ગાઈડ લાઈનસ વિરુદ્ધની છે તેથી ઈન્ડસઇન્ડ બેંક અમો ફરિયાદી પાસેથી આ લોન ઉપર ફોરકલોઝર ચાર્જ વસુલે નહિ તેવો હુકમ કરવા બેંક વિરુદ્ધ દાદ માંગેલી.

ફરિયાદી ચિરાગ કાકડિયાની ઈન્ડસઇન્ડ બેંક સામેની ફરિયાદ ધ્યાને લઈને ગ્રાહક સુરક્ષા તકરાર આયોગએ ઇન્ડસઇન્ડ બેંકને રાજકોટ ગ્રાહક સુરક્ષા તકરાર આયોગ સમક્ષ હાજર થવાની નોટીસ કાઢેલી. આ ઈન્ડસઇન્ડ બેંક સામેની ફરિયાદમાં ફરિયાદી ચિરાગ કાકડીયા વતી બુદ્ધદેવ લો ફર્મ ના એડવોકેટ નરેન્દ્ર બુદ્ધદેવ , કુ. ડોલી બુદ્ધદેવ અને વિષ્ણુ બુદ્ધદેવ રોકાયા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement