યુવા ભાજપ નં. વન-વોર્ડ-વન સ્લમ કાર્યક્રમથી સમાજના છેવાડાના લોકો સુધી પહોંચશે: કિશન ટીલવા

13 October 2021 04:53 PM
Rajkot
  • યુવા ભાજપ નં. વન-વોર્ડ-વન સ્લમ કાર્યક્રમથી સમાજના છેવાડાના લોકો સુધી પહોંચશે: કિશન ટીલવા

રાજકીય શહેર યુવા ભાજપની નવી ટીમ સાંજસમાચારની મુલાકાતે

* યુવા વર્ગનો સાથ રાષ્ટ્ર નિર્માણમાં લેશું: રાજકોટ શહેર ભાજપના નવા પદાધિકારી મુખ્યમંત્રી શ્રી કિશનભાઈ ટીલવા મહામંત્રીશ્રી કુલદીપસિંહ જાડેજા તથા હેમાંગ પીપળીયા સાથે મેયર શ્રી પ્રદીપ ડવ પુર્વ પ્રમુખ પૃથ્વીસિંહ વાળા, પુર્વ મહામંત્રી શ્રી હીરેન રાવલ તથા કોર્પોરેટર શ્રી પરેશભાઈ પીપળીયાએ ‘સાંજ સમાચાર’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી. (તસ્વીર: ભાવીન રાજગોર)

* મારી સાથે કામ કરનાર નવી ટીમ ઉત્સાહી છે: યુવા ભાજપ પુર્વ પ્રમુખ તથા મેયર પ્રદિપ ડવે શુભેચ્છા આપી

રાજકોટ:
રાજકોટ શહેર યુવા મોરચા દ્વારા આગામી સમયમાં કોલેજો તથા યુનિ. કેમ્પસમાં સદસ્યતા અભિયાન શરુ કરીને યુવાન તથા યુવતીઓને રાષ્ટ્રનિર્માણના કામમાં સહભાગી બને તે જોવામાં આવશે. રાજકોટ શહેર ભાજપના નવા વરાયેલા પ્રમુખ શ્રી કીશનભાઈ ટીલવા તથા મહામંત્રી કુલદીપસિંહ જાડેજા તથા હેમાંગભાઈ પીપળીયાએ રાજકોટના મેયર તથા યુવા ભાજપના પુર્વ પ્રમુખ શ્રી પ્રદીપભાઈ ડવ એ સાંજ સમાચારની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

યુવા ભાજપના પ્રમુખપદે ત્રણ વર્ષથી વધુ સમય કામગીરી કરનાર મેયર શ્રી પ્રદીપભાઈ ડવે નવી ટીમ સાથે તેઓ કામ કરી ગયા છે અને ઉત્સાહ તથા પક્ષ પ્રત્યેની નિષ્ઠા અને લોકસેવાની તત્પરતાથી હું પરીચીત છું અને રાજકોટ યુવા ભાજપને એક નવી ઉંચાઈએ લઈ જશે તેવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો. નવા વરાયેલા યુવા ભાજપના પ્રમુખ શ્રી કિશનભાઈ ટીલવાએ કહ્યું કે આગામી સમયમાં વન બોર્ડ વન સ્લમ કાર્યક્રમ હેઠળ યુવા ભાજપના વોર્ડ વિ. કારોબારીની રચના પછી અમો એક નવા અભિગમ સાથે કામ કરવા જઈ રહ્યા છે જેમાં અમો દર સપ્તાહે એક વોર્ડના છેવાડાના માનવી જયાં વસે છે તેવા સ્લમ વિસ્તારની મુલાકાત લેશું.

અહીં સ્લમમાં સફાઈ-શિક્ષણ વિ.ની આવશ્યકતા સમજાવશું અને તેઓ માટે મદદરૂપ એક ટીમ ઉભી કરી કાયમ માટે સ્લમ વિસ્તારના લોકોને મદદરૂપ કાર્ય કરશે તથા આ ક્ષેત્ર ગંદકી મુક્ત અને તેમના બાળકો યોગ્ય શિક્ષણ મેળવે વિ. અમો જોશું.

ઉપરાંત રાષ્ટ્રીય શ્રી પ્રદેશ કક્ષાએ જે કોઈ કાર્યક્રમો આવશે તેમાં ભાજપના એકમ સાથે રહીને કાર્યક્રમને સફળ બનાવશું. આ મુલાકાતમાં પુર્વ પ્રમુખ શ્રી પૃથ્વીરાજસિંહ વાળા, પુર્વ મહામંત્રી શ્રી હિરેન રાવલ, કોર્પોરેટર શ્રી પરેશભાઈ પીપળીયા પણ હાજર હતા.


Related News

Loading...
Advertisement
Advertisement