પુત્રીને ગરબીમાં મૂકી ઘરે આવી માતાએ ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

13 October 2021 04:56 PM
Rajkot Crime
  • પુત્રીને ગરબીમાં મૂકી ઘરે આવી માતાએ ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

જંકશન પ્લોટ ગાયકવાડીનો બનાવ:પતિ સાથે માથાકૂટ થયા બાદ પગલું ભર્યું:દીકરી લ્હાણી બતાવવા ઘરે આવી ત્યારે માતા લટકતી’તી

રાજકોટ,તા.13
જંકશન પ્લોટ ગાયકવાડીમાં રહેતા પરિણીતાએ પતિ સાથે માથાકૂટ થયા બાદ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં શોક છવાયો છે.પુત્રી જ્યારે ગરબીમાંથી પરત ફરી ત્યારે માતા લટકતી હાલતમાં જોવા મળી હતી.આ અંગે પ્ર.નગર પોલીસ મથકના સ્ટાફે કાર્યવાહી કરી હતી. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, જંકશન પ્લોટમાં ગાયકવાડી શેરી.2 આંબલિયા હનુમાનજી મંદિર વાળી શેરીમાં રહેતા રાનીબેન વિરુભાઈ આહુજા(નેપાળી)(ઉ.વ.30)નામના પરિણીતાએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.તેમને સંતાનમાં એક દીકરી છે.તેમના પતિ ચાઈનીઝ અને પંજાબી દુકાને કામ કરે છે.આ અંગે પ્ર.નગર પોલીસ મથકના એએસઆઈ કનુભાઈ માલવીયા એ કાગળો કર્યા હતા. રાનીબેનને ગઈકાલે તેના મોબાઈલમાં નંબર બાબતે પતિએ ઝઘડો કર્યો હતો ત્યારબાદ પતિ તેના કામધંધે જતો રહ્યો હતો.રાત્રીના રાનીબેન તેની પુત્રીને તૈયાર કરી ગરબીમાં મુકવા ગયા હતા અને ત્યારબાદ પરત આવી ઘરે જ પગલુ ભરી લીધું હતું.પુત્રીને ગરબીમાં લ્હાણી મળતા ઘરે માતાને બતાવવા આવી હતી અને ત્યારે ઘરનો દરવાજો ખોલ્યો ત્યારે માતા લટકતી હાલતમાં મળી હતી.જેથી પુત્રી બુમાબુમ કરતા મકાન માલીક જગદીશભાઈ દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી.પરિણીતાના મોતથી પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.


Related News

Loading...
Advertisement
Advertisement