સિવિલ હોસ્પિટલમાં ઓપીડી બિલ્ડીંગ પાસે વૃદ્ધનું બેભાન હાલતમાં મોત:વાલીવારસની શોધખોળ

13 October 2021 04:57 PM
Rajkot
  • સિવિલ હોસ્પિટલમાં ઓપીડી બિલ્ડીંગ પાસે વૃદ્ધનું બેભાન હાલતમાં મોત:વાલીવારસની શોધખોળ

રાજકોટ,તા.13
સિવિલ હોસ્પિટલની ઓપીડી બિલ્ડીંગ પાસે એક વૃદ્ધ બેભાન હાલતમાં પડ્યા હોવાની જાણ થતાં તેઓને ઇમરજન્સી વોર્ડમાં ખસેડવામાં આવતા તેઓને ફરજ પરના તબીબે મૃતજાહેર કર્યા હતાં.તેની પાસેથી ઓપીડી કેશ મળી આવ્યો હતો તેમાં તેઓનું નામ મંગળસિંહ જીતુભા જાડેજા(ઉ.વ.70)(રહે.જામનગર)લખ્યું હતું.તેણી પાસેથી વૃદ્ધ માતાના ફોટા પણ મળી આવ્યા હતા.આ અંગે પ્ર.નગર પોલીસ મથકના એએસઆઈ હરેશભાઈ રત્નોતર અને સ્ટાફ દોડી ગયો હતો અને મૃતકની ઓળખ મેળવવા તજવીજ આદરી હતી.તેમજ ઉપરોક્ત તસ્વીરમાં દેખાતા વૃદ્ધ વિશે કોઈને માહિતી મળે તો પ્ર.નગરના ફોન નંબર 0281 2446055 ઉપર જાણ કરવા અપીલ કરી છે.


Related News

Loading...
Advertisement
Advertisement