નવા મંત્રીઓના પી.એ. તથા પી.એસ. નિયુક્ત: ‘નો રીપીટ’ થીયરી હજું ચાલું

13 October 2021 05:01 PM
Ahmedabad
  • નવા મંત્રીઓના પી.એ. તથા પી.એસ. નિયુક્ત: ‘નો રીપીટ’ થીયરી હજું ચાલું

મહેસુલ મંત્રી સહિતના સ્ટાફ જાહેર

રાજકોટ: ગુજરાતમાં નો રીપીટ થીયરીથી નવા મંત્રીમંડળની રચનાના એક માસથી વધુ સમય બાદ હવે આ મંત્રીઓને પી.એ. પી.એસ. સહિતનો અંગત સ્ટાફ ફાળવવામાં આવ્યો છે પણ જૂની સરકારના કોઈ અધિકારીને રીપીટ કરવામાં આવ્યા નથી.

નવા મંત્રીઓને જો અધિક અંગત સચિવ કે અંગત સચીવ તરીકે કેટલાક ખાસ તેમના મતક્ષેત્રના કે જાણીતા અધિકારીઓને સેવા આપવામાં આવી છે પણ જૂના કોઈ પી.એ., પી.એસ. કે અંગત સ્ટાફમાં આ પ્રકારે નિયુક્તિ થઈ નથી. જેનાથી હવે સચીવાલયના મંત્રીઓની ચેમ્બર્સમાં એ જાણીતા ચહેરા પણ જોવા નહી મળે.


Loading...
Advertisement
Advertisement