સુરત ગરબા ઘટના: વિદ્યાર્થી પરિષદે ભાજપની ‘સૂચના’ ફગાવી: ઠેરઠેર દેખાવો

13 October 2021 05:03 PM
Surat Gujarat Rajkot
  • સુરત ગરબા ઘટના: વિદ્યાર્થી પરિષદે ભાજપની ‘સૂચના’ ફગાવી: ઠેરઠેર દેખાવો

પુલીસ કી નિયત સાફ હૈ- ગરબા ખેલના ‘પાપ’ હૈ! : ગુજરાત યુનિ. કેમ્પસમાં ધમાલ: જામનગર આર્યુ. યુનિ.માં પણ દેખાવો: પોલીસ હાય હાયના સૂત્રો

રાજકોટ: સુરતમાં જે રીતે યુનિ.માં ગરબા મહોત્સવ સમયે પોલીસે માસ્ક વગર ગરબે રમતા વિદ્યાર્થીઓની સામેની કાર્યવાહીમાં અતિરેકત કર્યા તથા વિદ્યાર્થીઓને ઢસડીને માર માર્યો અને કેસ કર્યો તે મામલો હવે બીચકતો જાય છે અને ખુદ પોલીસ સામે આરએસએસના વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જ મેદાનમાં આવી છે. આજે અમદાવાદમાં ગુજરાત યુનિ. કેમ્પસમાં એબીવીપીના વિદ્યાર્થીઓએ પોલીસ કા એજન્ડા સાફ હૈ ગરબા ખેલના પાપ હૈ ના નારા લગાવ્યા હતા તથા સુરત પોલીસ હાય હાયના સૂત્રોચ્ચાર કર્યા હતા અને જયાં જયાં અભ્યાસ ચાલુ હતો ત્યાં તે બંધ કરાવવામાં આવ્યો હતો. કેમ્પસમાં પોલીસ તથા વિદ્યાર્થીઓ વચ્ચે જબરુ ઘર્ષણ થયું હતું અને બે કલાક સુધી શિક્ષણ ખોરવાયું હતું અંતે પોલીસે આ વિદ્યાર્થીઓની અટકાયત કરીને કેમ્પસની બહાર કાઢયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદને હવે આ પ્રકરણ બંધ થયું છે તમારે દેખાવ કરવાની જરૂર નથી તેવું ભાજપના સીનીયર નેતાઓએ સમજાવવા પ્રયત્ન કર્યો હતો પણ સુરત કે અમદાવાદ એબીવીપી માનવા તૈયાર નથી. જામનગરમાં પણ એબીવીપીના કાર્યકર્તાઓએ દેખાવ કર્યા હતા અને આયુર્વેદ યુનિ.માં તાળાબંધી કરવામાં આવી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement