પોર્ન સાઇટ પર મોહજાળમાં ફસાવી ગાજીયાબાદની યુવતી રાજકોટના એકાઉન્ટન્ટ પાસેથી રૂ.85 લાખ ચાઉં કરી ગઈ

13 October 2021 05:10 PM
Rajkot
  • પોર્ન સાઇટ પર મોહજાળમાં ફસાવી ગાજીયાબાદની યુવતી રાજકોટના એકાઉન્ટન્ટ પાસેથી રૂ.85 લાખ ચાઉં કરી ગઈ

સપના નામની યુવતીએ લગ્ન કરવાની લાલચ આપેલી, લોકડાઉન દરમિયાન યુવાન એકાઉન્ટન્ટે તેના શેઠ ઈરફાનના ખાતામાંથી 85 લાખ યુવતીને ટ્રાન્સફર કરેલા, પોર્ન સાઇટ પર મોજ મજા માટે 16 લાખના ટોકન પણ લીધા હતા

* આ કાંડમાં અમદાવાદના વેપારી ઈરફાન શેખે રાજકોટના નાગેશ્વરમાં રહેતા એકાઉન્ટન્ટ યુવાન સહિત 10 સામે સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે : પીઆઈ શેરગિલ અને તેમની ટીમે તપાસ હાથ ધરી

રાજકોટ, તા.13
પોર્ન સાઇટ પર મોહજાળમાં ફસાવી ગાજીયાબાદની યુવતી રાજકોટના યુવાન એકાઉન્ટન્ટ પાસેથી 85 લાખ ચાઉં કરી ગઈ હોવાની ઘટના સામે આવી છે. આ રકમ યુવાને તેના શેઠના ખાતામાંથી આપી હોવાથી તેના સહિત 10 આરોપી સામે સીઆઇડીમાં ફરિયાદ નોંધાતા, રાજકોટ સીઆઇડી ઝોનના પીઆઇ શેરગિલે વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે વિસ્તૃત વિગત મુજબ ફરિયાદી રાજકોટમાં રહેતા અને અમદાવાદના વેપારી ઈરફાન શેખ છે. તેઓ ગ્રાફિક ડિઝાઇનનું કામ કરે છે તેણે ફરિયાદમાં જણાવ્યું છે કે, મારી પેઢીમાં રાજકોટના જામનગર રોડ પર નાગેશ્વર વિસ્તારમાં રહેતો તુષાર સેજપાલ એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે અને તે બાર ચોપડી ભણેલો છે. તુષાર સેજપાલ છેલ્લા ઘણા સમયથી એકાઉન્ટન્ટ તરીકે રાજકોટ રહી નોકરી કરતો હતો. મારા ખાતાના હિસાબમાં લોકડાઉન દરમિયાન ભૂલ આવી હતી પરંતુ લોકડાઉન હતું જેથી એ મારા ધ્યાને આવેલ નહીં બાદમાં મને ખ્યાલ આવ્યો કે મારા રાજકોટ ખાતેના મકાનના હપ્તાની રકમ અડધી જ ભરાઈ છે તેથી મેં તુષારને પૂછતાં જાણવા મળેલ કે, તુષારનો સંપર્ક એક પોર્ન સાઈટ મારફતે ગાજીયાબાદની કોઈ યુવતી સપના સાથે થયો હતો.

વાત વાતમાં ફસાવી તુષારને આ યુવતીએ મોહજાળ માં ફસાવી લીધો હતો. તુષારે લગ્ન કરવા માટે સપનાને કહેતાં તેણીએ પૈસા માંગ્યા હતા. કટકે કટકે તુષારે 85 લાખ મારા ખાતામાંથી તે યુવતીને ટ્રાન્સફર કર્યા હતા. જયારે અન્ય આરોપીઓ સપનાની માતા રાજકુમારી ગીતા, યોગેશ, ચરણસિંગ, સુશિલ, ફકીરસિંગ સહિત દસ આરોપીઓએ સપનાની મદદગારી કરી હતી. તુષારની પૂછપરછમાં આ ગોલમાલ સામે આવતા મેં સીઆઇડી ક્રાઇમમાં જાણ કરી હતી.

આ અંગે સીઆઇડીને વધુ માહિતી પણ મળી છે જે મુજબ માટે તુષારે ર16 લાખ રૂપિયા પોર્ન સાઇટના ટોકન ખરીદવામાં પણ વાપર્યા છે. વર્ષ 2019થી 2020 માં આ તમામ ટ્રાન્જેક્શન થયા છે. પરંતુ હવે ભોપાળુ છતું થતા ફરિયાદ નોંધાતા સીઆઇડી ક્રાઇમ રાજકોટ ઝોનની ટીમના પીઆઈ શેરગિલ અને તેની ટીમે તપાસનો શરૂ કરી છે. પ્રથમ આરોપી તુષારને શોધી તેની ધરપકડ કરાશે.


Related News

Loading...
Advertisement
Advertisement