હવે આ તો છોડો; બાથરૂમના કામનો પણ પ્રચાર!

13 October 2021 05:11 PM
Rajkot
  • હવે આ તો છોડો; બાથરૂમના કામનો પણ પ્રચાર!

વોર્ડ નં.4માં આવેલ ભગવતીપરા મેઈન રોડ પર આવેલ જય પ્રકાશનગર ખાતે માઠા પ્રસંગનું બહેનો માટેનું બાથરૂમ બનાવવાના કામનું ખાતમુહુર્ત ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ તથા વોર્ડ નં.4ના કોર્પોરેટરોના હસ્તે કરવામાં આવ્યું હતું.

રોજિંદા વિકાસ કામોનો પ્રચાર કરતા ભાજપ શાસકો બાથરૂમ જેવા કામમાંથી પણ પ્રચારની તક જવા દેતા નથી તેવું ફરી દેખાયું હતું. બાથરૂમની સુવિધા આપવાનું કામ શરૂ કરવાના ફોટોસેશનમાં પણ બે ડઝનથી વધુ આગેવાનો, કાર્યકરો, કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. આવી સુવિધા આપીને પણ શાસકો ‘ઉપકાર’ની લાગણી અનુભવતા હશે?

હવે પ્રચાર માટે બાથરૂમથી પણ નાનુ કયુ કામ શાસકોના ધ્યાનમાં હશે તે તેઓ જાણે, પરંતુ પ્રચાર કર્યા વગર બાથરૂમ જેવા કામ તો થઇ જ શકે. આવા કામનો કેવો જશ મળતો હશે તે તો ફોટા પડાવનારા જ જાણે!


Related News

Loading...
Advertisement
Advertisement