અક્ષય કુમારની ફિલ્મ ‘રક્ષાબંધન’ આવતા વર્ષે આઝાદી દિને રિલીઝ થશે

13 October 2021 05:17 PM
Entertainment
  • અક્ષય કુમારની ફિલ્મ ‘રક્ષાબંધન’ આવતા વર્ષે આઝાદી દિને રિલીઝ થશે

અક્ષયે દિલ્હીમાં ફિલ્મનું શુટીંગ સંપન્ન કર્યું

મુંબઇ,તા.13
આ વર્ષે અક્ષય કુમાર પોતાની અનેક ફિલ્મોને લઇને ચર્ચામાં છે. તેની ફિલ્મ ‘સૂર્યવંશી’ રિલીઝ માટે તૈયાર છે. જયારે અનેક ફિલ્મોનું શુટીંગ પણ કરી રહયો છે. તાજેતરમાં એવી ખબર આવી હતી કે, અક્ષય કુમાર દિલ્હીમાં પોતાની ફિલ્મ રક્ષાબંધનનું શુટીંગ કરી રહયો છે.તેની કેટલીક તસવીરો પણ બહાર આવી છે. હવે આ ફિલ્મને લઇને મોટી જાણકારી બહાર આવી છે.ખબર છેકે, અક્ષયકુમારે દિલ્હીમાં પોતાની ફિલ્મનું શિડયુલ પુરુ કરી લીધું છે.અને તેની સાતે તેની રક્ષાબંધન ફિલ્મનું શુટીંગ પણ પુરું થઇ ગયું છે. કેટલાક દિવસો પહેલા અક્ષય આ ફિલ્મના શુટીંગ દરમિયાન ચાંદની ચોકની સડકો પર દોડતો જોવા મળ્યો હતો. આ ફિલ્મ પુરી થઇ ગઇ છે.અક્ષય સિવાય ફિલ્મમાં ભૂમિ પંડનેકર લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ આગામી વર્ષે સ્વતંત્રતા દિવસ પહેલા સિનેમા ઘરોમાં રજુ થશે. ફિલ્મને હિમાંશુ શર્મા અને કનિકા ઢિલ્લાએ લખી છે.


Related News

Loading...
Advertisement
Advertisement