ભવ્ય ગાંધી અને ઝીનલ બેલાનીની રોમાન્સ અને કોમેડીથી ભરપૂર ફિલ્મ ‘તારી સાથે’ 15 ઓકટોબરે થશે રીલીઝ

13 October 2021 05:19 PM
Rajkot Entertainment Gujarat
  • ભવ્ય ગાંધી અને ઝીનલ બેલાનીની રોમાન્સ અને કોમેડીથી ભરપૂર ફિલ્મ ‘તારી સાથે’ 15 ઓકટોબરે થશે રીલીઝ
  • ભવ્ય ગાંધી અને ઝીનલ બેલાનીની રોમાન્સ અને કોમેડીથી ભરપૂર ફિલ્મ ‘તારી સાથે’ 15 ઓકટોબરે થશે રીલીઝ

સમગ્ર ફિલ્મનું વડોદરામાં શુટીંગ: બે અજનબીઓ વચ્ચેની અદભુત લવસ્ટોરી: ટ્રેલર લોન્ચ થવાની સાથે મળ્યો અદભુત પ્રતિસાદ : ફિલ્મ ‘તારી સાથે’ની સ્ટાર કાસ્ટ ‘સાંજ સમાચાર’ની મુલાકાતે

રાજકોટ,તા.13
જેમજેમ સમય આગળ વધતો જાય છે તેમ ગુજરાતી ફિલ્મ ના દર્શકોમાં વધારો જોવા મળી રહ્યો છે . અને દર્શકોના અપેક્ષા મુજબ દરેક ગુજરાતી ડાયરેક્ટર, કાસ્ટ અને ફિલ્મ મેકર તે ઉપર વધારે દયાન કેન્દ્રિત કરીને બોલીવુડ ફિલ્મની જેમ ગુજરાતી ફિલ્મ પણ ખુબજ સારી બનાવી રહ્યા છે. તાજેતરમાં જ ભવ્ય ગાંધીની ફિલ્મ તારી સાથે નું ટ્રેઇલર લોન્ચ સોશ્યિલ મીડિયા દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. જેમાં ભવ્ય ગાંધી મુખ્ય પાત્ર ભજવી રહ્યો છે. જે ગુજરાતી રોમેન્ટિક મ્યુઝિકલ ફિલ્મ ’તારી સાથે’ માં અભિનેત્રી ઝિનલ બેલાનીની સાથે જોવા મળશે. આ પ્રથમ વખત જોવા મળતી તાજી જોડીએ ગુજરાતી સિનેમા જગતમાં હલચલ મચાવી છે.

આ વિશે વાત કરતા ભવ્ય ગાંધી દ્વારા જણાવામાં આવ્યું હતું કે, હું પહેલી વાર ઝિનલ સામે અભિનય કરી રહ્યો છું અને હું આ ફિલ્મને એક મ્યુઝિકલ કહેવા માંગુ છું કારણ કે આ ફિલ્મમાં ઘણાં ગીતો છે અને ફિલ્મના ગીતો દ્વારા ઘણી લાગણીઓ દર્શાવવામાં આવી છે. વાર્તા સુંદર છે, તે ખૂબ જ રોમેન્ટિક છે અને કોઈ ખાસ વ્યક્તિને મળવાની અનુભૂતિ, પહેલી નજરમાં, તેમાં રહેલો જાદુ, ફિલ્મમાં સુંદર રીતે દર્શાવવામાં આવ્યો છે, અને આ સાથે ટ્રેલરમાં પણ દર્શકોનો ખુઅબજ સારો અભિપ્રાય મળી રહ્યો છે. જેની અમને ખુશી છે. અને આ ફિલ્મ ચોક્કસપણે પણ લોકપ્રિય બનશે.

આ મુવીમાં રાકેશ શાહ (ડાયરેક્ટર),ભાનુભાઇ રાવલ (પ્રોડ્યૂસર), કો પ્રોડ્યુસર માર્કેટિંગ અને ડિસ્ટ્રીબ્યુશન - શ્રીનિક ઓઉટરીચ, ડીઓપી - સુરજ સી. કુરાડે, એક્ટિવ પ્રોડ્યૂસર સંજય રાવલ અને જય રાવલ, એસોસિએટે ડાયરેક્ટર - વિપુલ ચૌહાણ, એઝ્યુકેટીવ પ્રોડ્યૂસર - મનોજ આહીર, ડીઆઈ અને સાઉન્ડ પોસ્ટ - આફ્ટર પ્લે સ્ટુડિયો (મેડી), બીજીએમ : મિહિર ભટ્ટ, સંપાદક: પાર્થ વાય. ભટ્ટ, કલા નિર્દેશક: શ્લોકા શાહ, વી એફ એક્સ - એસપી મોહિત કુમાર, મેકઅપ: ભૂમિકા મોજીદ્રા, રશીદ ખાન, કિલ્કીલાત, ધારા શાહ, વીઓ સ્ક્રિપ્ટ: કિરણ પરિહાર, સાઉન્ડ રેકોર્ડર્ડ: અજય તિવારી સાથે કરવામાં આવ્યું છે.

‘તારી સાથ’ ફિલ્મનું વડોદરામાં શુટીંગ થયુ છે.આગામી 15 ઓકટોબરથી સિનેમાં ઘરોમાં આ મુવી રીલીઝ થશે.કોરોનાના કારણે આ ફિલ્મનું શુટીંગ રોકાઈ ગયુ હતું. પરંતુ અનલોક બાદ ફરી શુટીંગ શરૂ કરાયું હતું. આ ફિલ્મ કોમેડી રોમાન્સથી ભરપુર છે.પારિવારીક ફિલ્મ છે જેથી લોકો પરિવાર સાથે સિનેમાઘરોમાં નિહાળી શકશે.

આ ફિલ્મમાં 3 સુંદર મજાના ગીતો છે.જેનું શુટીંગ પણ વડોદરામાં જ કરવામાં આવ્યું છે.આ ફિલ્મમાં પણ બેજ પાત્રો છે. આ પાત્રોની આસપાસની જ કહાની આ ફિલ્મમાં જોવા મળશે.ફિલ્મની અભિનેત્રી જીનલ બેલાનીની આ પાંચમી ફીલ્મ છે અને ભવ્ય ગાંધીની આ ત્રીજી ફીલ્મ છે.અલગ અલગ પાત્ર સાથે અને અલગ જ ઝોનમાં જીનલએ વિવિધ ફીલ્મોમાં કામ કર્યું છે.

આ ઉપરાંત લોકપ્રિય વેબસીરીઝ ‘બસ ચા સુધીમાં’ પણ અભિનયના ઓજસ પાથર્યા હતા. બસ ચા સુધી વેબસીરીઝથી જીનલે ગુજરાતીઓના દિલમાં સ્થાન મેળવી લીધુ છે.

‘એક જ દિવસની ફિલ્મની કહાની’
‘તારી સાથે’ ફિલ્મની વિશેષતાએ છે કે આ મુવીમાં એક જ દિવસની વાર્તા છે. સવારે જીનલ (અભિનેત્રીની) વડોદરાની પોળમાં મિત્ર સાથે ક્રિકેટ રમતા ભવ્ય ગાંધી (હિરો)ને એડ્રેસ પૂછવાની સાથે પ્રથમ મુલાકાત થાય છે. ત્યારે એડ્રેસ જણાવવાની સવારથી સાંજની સફર ખુબ સુંદર રીતે ફીલ્મમાં વર્ણવવામાં આવી છે. બે અજનબીઓ કેવી રીતે મળે છે અને એકબીજા કેવી રીતે જાણે છે તે હવે ફિલ્મમાં જ જોવાનું રહેશે.


Related News

Loading...
Advertisement
Advertisement