હવે ટચુકડા પરદે રણવીરસિંહ ‘ધી પિકચર શો’ નું સંચાલન કરશે

13 October 2021 05:20 PM
Entertainment
  • હવે ટચુકડા પરદે રણવીરસિંહ ‘ધી પિકચર શો’ નું સંચાલન કરશે

અમિતાભ બચ્ચન, શાહરુખખાન બાદ હવે... : કિવઝ શો 16મી ઓકટોબરે કલર્સ પર

મુંબઈ: અમિતાભ બચ્ચન, શાહરુખખાન, સલમાનખાન બાદ હવે રણવીરસિંહ પણ ટીવી કવીઝ શો ‘ધી બીગ પિકચર’થી ટીવીની દુનિયામાં પદાર્પણ કરી રહ્યો છે, જે 16મી ઓકટોબરે કલર્સ ચેનલ પર પ્રસારીત થશે. રણવીરસિંહે જણાવ્યું હતું કે તે અમિતાભ બચ્ચન શોથી અભિભૂત થયો છે અને શો જોઈને મોટો થયો છે. આ નવા શોનું મારા દ્વારા હોસ્ટીંગ મારા માટે મોટી તક છે, જેને લઈને હું ઉતેજના અનુભવુ છું. આ શોના માધ્યમથી નવી તાજગી સાથે હું રાષ્ટ્રનું મનોરંજન કરવા આતુર છું. આ પ્રકારના શો માટે અમિતાભ બચ્ચન, શાહરુખખાન, સલમાનખાન મારા બાળપણથી જ આદર્શ રહ્યા છે. હાલના સમયના સુપર સ્ટાર રણવીરસિંહને લાગે છે કે આ પ્રકારના શોથી ટીવીમાં પ્રદેશથી વિશાળ સંખ્યામાં પ્રેક્ષકો સાથે જોડાઈ શકશે. મને હંમેશા એવું લાગ્યું છે કે તેમણે- અમિતાભ બચ્ચન, શાહરુખખાન, સલમાનખાન, અક્ષયકુમારે તેમના કરીશ્માની વ્યક્તિથી ટીવી સ્ક્રીન પર લોકોનો ખૂબ જ પ્રેમ મેળવ્યો છે. રણવીરસિંહે વધુમાં જણાવ્યું હતું કે ‘ધી બીગ પિકચર’થી ભારતના યુવા અને આખા ભારતના પરિવારો સાથે જોડાવવાની મને તક મળશે.


Related News

Loading...
Advertisement
Advertisement