‘બિલિયન ચિયર્સ જર્સી’: ટીમ ઈન્ડિયાની નવી જર્સી લોન્ચ: આખી પેટર્ન બદલાવાઈ

13 October 2021 05:20 PM
India Sports
  • ‘બિલિયન ચિયર્સ જર્સી’: ટીમ ઈન્ડિયાની નવી જર્સી લોન્ચ: આખી પેટર્ન બદલાવાઈ

નવીદિલ્હી, તા.13
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ આગામી ટી-20 વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાની નવી જર્સી લોન્ચ કરી છે. આ વખતે ‘મેન ઈન બ્લ્યુ’ નવા અંદાજમાં જોવા મળશે. ભારતીય ટીમ આગામી વર્લ્ડકપમાં ઘેરા બ્લુ રંગની જર્સી પહેરશે પરંતુ તેના ઉપર હળવા બ્લુ રંગનો જે ટચ આપવામાં આવે છે તે તેને બિલ્કુલ નવી બનાવી રહ્યો છે.

બીસીસીઆઈએ પોતાના ફાઈવ સ્ટાર ખેલાડીઓની એક તસવીર સાથે જર્સીનો પહેલો લુક લોન્ચ કર્યો છે. આ તસવીરને પોસ્ટ કરતાં બોર્ડે પોતાના સત્તાવાર ટવીટર હેન્ડલ પર લખ્યું કે ‘અમે રજૂ કરીએ છીએ બિલિયન ચિયર્સ જર્સી. આ જર્સીની પેટર્ન ટીમના કરોડો ચાહકો દ્વારા કરવામાં આવનારી ચીયર્સ છે.’

આ પહેલાં ભારતે ઓસ્ટ્રેલિયા પ્રવાસે પોતાની નવી જર્સી લોન્ચ કરી હતી. ત્યારે ટીમ ઈન્ડિયાનો એ લૂક વર્લ્ડકપ 1992થી પ્રભાવિત હતો. ભારતીય ટીમની એ જર્સીમાં નેવી બ્લૂ રેટ્રો રંગ હતો જેના ઉપર બ્લુ, લીલી, સફેદ અને લાલ લાઈનો હતી પરંતુ આ વખતે એ લાઈનોને હટાવી નાખવામાં આવી છે.

બીસીસીઆઈએ જે ખેલાડીઓની તસવીર પોસ્ટ કરી છે તેમાં કેપ્ટન વિરાટ કોહલી, રવીન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, રોહિત શર્મા અને કે.એલ.રાહુલ દેખાઈ રહ્યા છે.આ વખતની જર્સી પ્લેન નેવી બ્લુ રંગની છે જેના ઉપર હળવા બ્લુ રંગથી વિદ્યુત તરંગોના રૂપથી ભરવામાં આવી છે. આ તરંગોને ટીમ ઈન્ડિયાના ચાહકોના ચીયર્સ સપોર્ટથી પ્રભાવિત ગણાવવામાં આવી છે.


Related News

Loading...
Advertisement
Advertisement