ઓસ્ટ્રેલિયન બેટસમેને વરસાવ્યો રનોનો વરસાદ: 6 ઓવરમાં ઝૂડ્યા 160 રન !

13 October 2021 05:21 PM
Sports
  • ઓસ્ટ્રેલિયન બેટસમેને વરસાવ્યો રનોનો વરસાદ: 6 ઓવરમાં ઝૂડ્યા 160 રન !

ટ્રેવિસ હેડે ઘરેલું વન-ડે ટૂર્નામેન્ટ માર્શ કપમાં કરેલું કારનામું: 127 બોલમાં રમી 230 રનની ઈનિંગ: 28 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા: ટી-20 વર્લ્ડકપ અને એશિઝ પહેલાં રમેલી ઈનિંગથી હેડની દાવેદારી મજબૂત

નવીદિલ્હી, તા.13
ડાબા હાથના ઓસ્ટ્રેલિયન બેટસમેન ટ્રેવિસ હેડે એશિઝ શ્રેણી પહેલાં વન-ડે મેચમાં બેવડી સદી ફટકારી ટેસ્ટ ટીમમાં વાપસીનો દાવો મજબૂત બનાવી દીધો છે. હેડે ઘરેલું વન-ડે ટૂર્નામેન્ટ માર્શ કપમાં 127 બોલમાં 230 રનની ઈનિંગ રમી હતી. સાઉથ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન હેડે આ કારનામું ક્વિન્સલેન્ડ વિરુદ્ધ એડિલેડમાં કર્યું છે. આ મેચમાં હેડ ચોથી ઓવરમાં બેટિંગ માટે ઉતર્યો હતો અને તેણે 45મી ઓવરના પહેલાં જ બોલે પોતાની બેવડી સદી પૂર્ણ કરી લીધી હતી. ખાસ વાત એ છે કે તેણે 36 બાઉન્ડ્રી ફટકારી હતી અને આ થકી તેણે 160 રન ઝૂડી કાઢ્યા છે.

હેડે 200 રન બનાવવા માટે માત્ર 114 બોલ રમ્યા હતા. આ પહેલાં તેણે પોતાની સદી છગ્ગો મારીને પૂરી કરી હતી. આ માટે તેણે માત્ર 65 બોલ જ રમ્યા હતા. આ ઈનિંગ સાથે તે વન-ડેમાં ઓસ્ટ્રેલિયા માટે બે બેવડી સદી બનાવનારો પહેલો બેટસમેન બન્યો છે. તેણે ક્વિન્સલેન્ડ વિરુદ્ધ પોતાની લિસ્ટ-1 કરિયરની 9મી સદી બનાવી છે. હેડની ઈનિંગના દમ પર સાઉથ ઓસ્ટ્રેલિયાએ ક્વિન્સલેન્ડ વિરુદ્ધ વરસાદના વિઘ્નરૂપી મેચમાં 48 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 391 રનનો સ્કોર બનાવ્યો હતો.

હેડ 127 બોલમાં 230 રન બનાવીને આઉટ થયો હતો. તેણે પોતાની આ ઈનિંગમાં 28 ચોગ્ગા અને 8 છગ્ગા લગાવ્યા હતા મતલબ કે 160 રન તો તેણે માત્ર ચોગ્ગા-છગ્ગાથી જ બનાવ્યા હતા. આ ઓસ્ટ્રેલિયાના ઘરેલું વન-ડે ટૂર્નામેન્ટ માર્શ કપના ઈતિહાસમાં બીજો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર છે. 2018માં ક્વિન્સલેન્ડ વિરુદ્ધ ડી’આર્સી શોર્ટે 257 રનની સૌથી મોટી ઈનિંગ રમી હતી. હેડે 6 વર્ષ પહેલાં સિડનીમાં વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પણ વન-ડે મેચમાં 202 રન બનાવ્યા હતા. હેડ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના લિસ્ટ ‘એ’ ક્રિકેટમાં અન્ય ત્રણ બેટસમેન બેવડી સદી બનાવી ચૂક્યા છે જેમાં ડાર્સી શોર્ટ, બેન ડન્ક અને ફિલિપ હ્યુઝ સામેલ છે.


Related News

Loading...
Advertisement
Advertisement