ખુશખબર: કોરોનાકાળમાં વધુ મહિલાઓએ મેળવી નોકરી

13 October 2021 05:28 PM
India
  • ખુશખબર: કોરોનાકાળમાં વધુ મહિલાઓએ મેળવી નોકરી

ઇપીએફઓનાં આંકડામાં થયો ખુલાસો : વર્ક ફ્રોમ હોમનો લાભ મળતા રોજગારીમાં મહિલાઓની હિસ્સેદારી વધી : એપ્રિલ-19થી માર્ચ-20 વચ્ચે 23 ટકા મહિલાઓ ઇપીએફઓની સભ્ય બની

નવી દિલ્હી,તા.13
કોરોનાકાળમાં તમામ સ્થળે નોકરી બાબતે સ્થિતિ મુશ્કેલ બની હતી. અનેક લોકોની નોકરી છુટી ગઇ અને બેરોજગાર બન્યા હતા.પરંતુ તેમાં મહિલાઓને ફાયદો થયો હતો. કોરોનાકાળમાં જે કંઇપણ નોકરીઓ ઉપલબ્ધ થઇ હતી. તેમાં મહિલાઓનો હિસ્સો વધ્યો હતો. આ બાબતે નિષ્ણાંતોનું માનવું છે કે, વર્ક ફ્રોમ હોમની સુવિધા મળવાને કારણે નોકરીમાં મહિલાઓની હિસ્સેદારી વધી છે. બીજી તરફ રોગચાળાને કારણે નર્સો જગ્યા પર વધુ ભરતી થતા તેઓને લાભ થયો છે.

સરકારે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઇપીએફઓ)ના આંકડા જાહેર કર્યા છે. જેમાં 2017થી 2021 જુલાઇ સુધીનો સમાવેશ થાય છે.આ આંકડાના ગહન નિરીક્ષણ પરથી જાણવા મળ્યું છે કે, કોરોનાકાળમાં ઇપીએફઓ સાથે નવા જોડાયેલા સભ્યોમાં મહિલાઓનો ભાગ પહેલાની તુલનાએ વધ્યો છે. એપ્રિલ 2019થી માર્ચ 2020 દરમિયાન 1,10,40,409 લોકો ઇપીએફઓના સભ્ય બન્યા હતા.જેમાં મહિલાઓની સંખ્યા 25,20,661 હતી.જેમાં અંદાજે 23 ટકાનો ફાળો જોવા મળ્યો હતો. કોરોનાકાળ પુર્વેના આંકડાની તુલનાએ તેમાં પાંચેક ટકાનો વધારો થયો છે.

ઉપરાંત એપ્રિલ 20થી માર્ચ 21 સુધીમાં પણ નવી ભરતીઓમાં મહિલાઓનો ભાગ 23 ટકા જેટલો રહયો.જે દરમિયાન 85,48,016 પદ પર મહિલાઓએ સ્થાન મેળવ્યું હતું. રિપોર્ટ મુજબ એપ્રિલથી જુલાઇ સુધી પણ આ વધારો શરૂ જ રહયો હતો. જુલાઇમાં 9,02,209 નવા સદસ્યોમાંથી 2,15,908 એટલે કે 24 ટકા મહિલાઓ હતી. માર્કેટ એકસપર્ટે જણાવ્યું કે, કોરોનાકાળમાં નર્સોની જગ્યામાં વધુ ભરતી થતા ઓછા પગારે કામ કરતા સ્ટાફની વધુ પસંદગી કરવાને કારણે તેમજ વર્ક ફ્રોમ હોમનો અનુકુળ વિકલ્પ મળવાને કારણે વધુ મહિલાઓ નોકરી માટે આગળ આવી છે.


Related News

Loading...
Advertisement
Advertisement