ધરમ સિનેમા નજીક સરકારી ક્વાર્ટરમાંથી લોહીલુહાણ હાલતમાં પ્રૌઢની લાશ મળી

13 October 2021 05:28 PM
Rajkot
  • ધરમ સિનેમા નજીક સરકારી ક્વાર્ટરમાંથી લોહીલુહાણ હાલતમાં પ્રૌઢની લાશ મળી
  • ધરમ સિનેમા નજીક સરકારી ક્વાર્ટરમાંથી લોહીલુહાણ હાલતમાં પ્રૌઢની લાશ મળી
  • ધરમ સિનેમા નજીક સરકારી ક્વાર્ટરમાંથી લોહીલુહાણ હાલતમાં પ્રૌઢની લાશ મળી
  • ધરમ સિનેમા નજીક સરકારી ક્વાર્ટરમાંથી લોહીલુહાણ હાલતમાં પ્રૌઢની લાશ મળી

ક્વાર્ટર છેલ્લા એકાદ માસથી ખાલી હતું:મૃતકની ઓળખ મેળવવા તજવીજ:પ્રૌઢ શરીરે છોલાઈ જતા લોહી લુહાણ હાલતમાં મળી આવ્યા:ઊંચી દીવાલથી નીચે પટકાયા બાદ નાકમાં વાગતા મોત નિપજ્યાનું પોલીસનું પ્રાથમિક અનુમાન:વાલી વારસની શોધખોળ

રાજકોટ,તા.13
રાજકોટના ધરમ સિનેમા પાછળ આવેલા સરકારી ક્વાર્ટરમાંથી એક પ્રૌઢ લાશ મળી આવતા પ્ર.નગર પોલીસ મથકના પીએસઆઈ કે.ડી.પટેલ, પીએસઆઈ પીઠડીયા, દેવશીભાઈ,ગૌતમભાઈ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો.હત્યા છે કુદરતી મોત?એ અંગે પોલીસ મથકના સ્ટાફે તપાસ શરૂ કરી હતી.મૃતદેહ છેલ્લા બે દિવસથી પડ્યો હોય આજે અચાનક દુર્ગંધ આવતા આજુબાજુના લોકોને જાણ થઈ હતી અને તેઓએ પોલીસમાં જાણ કરી હતી.પોલીસે તપાસ કરતા જે ક્વાર્ટરમાંથી લાશ મળી આવી તે અમરસિંહ ચૌહાણના નામનું ક્વાર્ટર હતું ત્યારબાદ તેનું અવસાન થયા બાદ ક્વાર્ટરમાં તેઓના પત્ની કોકિલાબેન તે ક્વાર્ટરમાં રહેતા હતા.

આ ક્વાર્ટર 20 દિવસ પહેલા જ સોંપીને જતા રહ્યા બાદ ક્વાર્ટર ખાલી પડ્યું હતું.આ બનાવ શંકાસ્પદ જણાતા પ્ર.નગર પીઆઇ એલ.એલ.ચાવડા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.ક્વાર્ટર અંદર આવવા માટે એક જ રસ્તો હોય જે પણ બહુ સાંકળો છે.પોલીસે આજુબાજુમાં તપાસ કરતા મહિલાઓએ જણાવ્યું હતું કે પ્રૌઢને આંખે ઓછું દેખાતું હોવાનું અને તેઓ દીવાલ પકડીને ચાલતા હતા તેવું પ્રાથમિક માહિતી મળી હતી.

આજે જે યુવાન પાણીનો ટાંકો તાપસવા આવ્યાને જાણ થઈ હતી.પ્રૌઢની લાશ ઉંધી પડી હતી.ત્યાં નજીકમાં ટાંકો છે તેમજ બાજુમાં પાણીની નળી પડી હતી.પ્રૌઢનો પગ પાણીમાં પડતા જ લપસી ગયા હોય તેમજ ઉંધામાથે પડ્યા બાદ નાકમાં વધુ લાગ્યું જોવાથી મોત નીપજ્યું હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે.જોકે હાલ મૃતકની ઓળખ મેળવવા વધુ તપાસ કરવામાં આવી રહી છે.


Related News

Loading...
Advertisement
Advertisement