પાક. પીએમ ઈમરાનખાન અને સેના પ્રમુખ બાજવા વચ્ચે તનાવ

13 October 2021 05:30 PM
World
  • પાક. પીએમ ઈમરાનખાન અને સેના પ્રમુખ બાજવા વચ્ચે તનાવ

આઈએસઆઈના ચીફની નિયુક્તિ મામલે.... : સૈન્ય મામલામાં સરકાર દખલગીરી ના કરે: બાજવા

ઈસ્લામાબાદ (પાકિસ્તાન) તા.13
પાકિસ્તાનની જાસુસી એજન્સી આઈએસઆઈના નવા પ્રમુખની નિયુક્તિ બાદ વડાપ્રધાન ઈમરાનખાન અને સેના વચ્ચે તનાવ વધતો જાય છે. સોમવારે રાતે આ મામલે એક લાંબી મીટીંગ ચાલી હતી. પરંતુ તનાવ છુટયો નહોતો.

બેન્કમાં પાકિસ્તાન સેના પ્રમુખ જનરલ બાજવાએ ઈમરાનખાનને સાફ શબ્દોમાં કહી દીધું હતું કે સરકારે સેનાના મામલામાં હસ્તક્ષેપ ન કરવો જોઈએ. આ આખો મામલો ત્યારે શરુ થયો જ્યારે ગત મહીને લેફટીનન્ટ જનરલ નદીમ અંજુમને આઈએસઆઈના નવા ડીઝી નિયુક્ત કર્યા. આ ખબરથી ઈમરાન ખુશ નથી.

ખબરો મુજબ ઈમરાનખાન ઈચ્છે છે કે પુર્વ આઈએસઆઈ ચીફ લેફટીનન્ટ જનરલ ફૈઝ હમીદ ડિસેમ્બર સુધી પોતાના પદ પર ચાલુ રહી પણ બાજવાએ તેનો સાફ ઈન્કાર કર્યો હતો. તેમણે ઈમરાનખાનને જણાવ્યું હતું કે હમીદ ડીજી આઈએસઆઈના પદ પર વધુમાં વધુ 15 નવેમ્બર સુધી જ રહી શકશે. બાજવાએ ઈમરાનખાનને કહ્યું છે કે સરકારે સૈન્ય મામલામાં દખલ ન કરવી જોઈએ.


Related News

Loading...
Advertisement
Advertisement