દિવાળીએ બમણા લાભાર્થીઓને રાહતદરે એક લીટર કપાસીયા તેલ અપાશે

13 October 2021 05:31 PM
Ahmedabad
  • દિવાળીએ બમણા લાભાર્થીઓને રાહતદરે એક લીટર કપાસીયા તેલ અપાશે

35 લાખને બદલે 71 લાખ રાશનકાર્ડ ધારકોને લાભ આપવા નિર્ણય

ગાંધીનગર, તા. 13
આવી રહેલા દિવાળી તહેવારોના પગલે રાજ્યના રેશન કાર્ડ ધારકો માટે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જે અંતર્ગત રાજ્યના 35 લાખ રેશન કાર્ડ ધારકોની જગ્યાએ હવે 71 લાખ રેશન કાર્ડ ધારકો ને ખાદ્યતેલ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રેશન કાર્ડ દીઠ 1 લીટર કપાસિયા તેલ આપવામાં આવશે.ઉલ્લેખનીય છે કે આવી રહેલા દિવાળી પર્વ નિમિત્તે રેશન કાર્ડ ધારકો ને રાજ્ય સરકાર નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ ગઋજઅ કાર્ડ ધારકોને કપાસિયા તેલ આપવાનો નિર્ણય આજે લીધો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.


Loading...
Advertisement
Advertisement