આરોગ્ય, શિક્ષણ, રસ્તા, મહેસુલ, પોલીસના પેન્ડીંગ કામો 100 દિવસમાં પૂર્ણ કરવા આદેશ

13 October 2021 05:31 PM
Ahmedabad
  • આરોગ્ય, શિક્ષણ, રસ્તા, મહેસુલ, પોલીસના પેન્ડીંગ કામો 100 દિવસમાં પૂર્ણ કરવા આદેશ

કેબીનેટ બેઠકમાં વિસ્તૃત સમીક્ષા : પ્રજાને સ્પર્શતા કામોમાં ઢીલ નહીં ચાલવાની તાકીદ

ગાંધીનગર, તા. 13
ગુજરાત વિધાનસભાની આવી રહેલી ચૂંટણીને ધ્યાને રાખી નવી સરકારે હવે એક મહિનામાં પ્રજાને સ્પર્શતા સ્પષ્ટતા કામો 100 દિવસમાં પુરા કરવાનું નક્કી કર્યું છે આજે કેબિનેટ બેઠકમાં સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ એકે રાકેશ દ્વારા કેટલાક કામો મંજૂર થયા અને કયા કયા કામો હજુ બાકી છે તે અંગેનો હિસાબ કેબિનેટમાં રજૂ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા તમામ મંત્રીઓને સૂચના આપી છે કે પ્રજાને સ્પર્શતા વિકાસના કામો 100 દિવસમાં પૂરા થઈ શકે તેનો ઝડપથી નિકાલ કરવાનો આદેશ આપ્યો છે જે અંતર્ગત આજે બેઠકમાં ચર્ચા વિમર્શ કરવામાં આવ્યા હતા.

રાજ્ય પ્રધાનમંડળની કેબિનેટ બેઠકમાં આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા અલગ-અલગ વિભાગના મંત્રીઓ સાથે કોરોના અતિવૃષ્ટિની સહાય તેમજ આગામી તહેવારોના પરિપ્રેક્ષ્યમાં ચર્ચા-વિમર્શ કરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે આજે બેઠકની અંદર ખાસ કરીને પ્રજાને સ્પર્શતા પ્રશ્નોનો નિકાલ સો દિવસમાં પૂરો કરવાનું લક્ષ્ય સાધવામાં આવ્યું છે. અને આ માટે કેટલા કામ પુરા થયા અને હજુ કેટલા કામ બાકી છે. તેનું વિભાગ વાર વિશેષ પ્રેઝન્ટેશન સામાન્ય વહીવટી વિભાગના અધિક મુખ્ય સચિવ એ.કે.રાકેશે રજૂ કર્યું હતું.

જે અંતર્ગત આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તમામ મંત્રીઓ ને જનતાને સીધા સ્પર્શતા મુદ્દા જેમકે આરોગ્ય, શિક્ષણ, રોડ રસ્તા, મહેસુલ અને ગૃહ વિભાગના પ્રશ્નોનો 100 દિવસમાં નિકાલ કરવા સૂચના આપી છે. ઉપરાંત આજની કેબિનેટ બેઠકમાં રાજ્યમાં વર્તમાન કોરોના ની પરિસ્થિતિ વેક્સિનેશન અને અતિવૃષ્ટિ વિસ્તારની સહાય મુદ્દે કેબિનેટમાં વિશે ચર્ચા કરવામાં આવી હોવાના અહેવાલ સૂત્રો દ્વારા જાણવા મળ્યા છે.


Loading...
Advertisement
Advertisement