જમ્મુ કાશ્મીરમાં ટાર્ગેટ ફિલીંગ બાદ સુરક્ષા રણનીતિમાં મોટા ફેરફાર કરાયા

13 October 2021 05:33 PM
India
  • જમ્મુ કાશ્મીરમાં ટાર્ગેટ ફિલીંગ બાદ સુરક્ષા રણનીતિમાં મોટા ફેરફાર કરાયા

બિન કાશ્મીરી મજુરોને અલગ સ્થળે સુરક્ષા અપાશે : સુરક્ષા મેળવેલ લોકોને શ્રીનગરના બદલે સંબંધિત જિલ્લામાં સુરક્ષિત રખાશે

શ્રીનગર,તા.13
જમ્મુ કાશ્મીરમાં હાલમાં ટાર્ગેટ કિલીંગની ઘટનાઓ બાદ સુરક્ષા રણનીતિમાં ફેરફાર થયો છે. અહીં સુરક્ષા મેળવેલ વ્યકિતઓ, લઘુમતીઓ અને અન્ય લોકોને શ્રીનગરની હોટલોમાં રોકવાને બદલે સંબંધિત જિલ્લામાં જ ભારે સુરક્ષાની વ્યવસ્થા સાથે આવાસની સુવિધા મળશે. શ્રીનગરની 14 હોટલોમાં એવા લોકોને ઉતારો કરી રહયો છે.

સરકારે હોટલના રૂમ ભાડે લઇ રાખ્યા હતા. સુત્રોમાં જણાવ્યા મુજબ ટારગેટ કિલીંગની ઘટનાઓ બાદ પ્રશાસને બધા 10 જિલ્લાના ડીસી અને એસએસપીની સાથે સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરીને રણનીતિમાં ફેરફાર થયો છે. જે મુજબ શ્રી નગરમાં ભાડે લેવાયેલી બધી હોટેલને ખાલી કરાવવાની સાથે સાથે સંબંધિ જિલ્લામાં સુરક્ષા પ્રાપ્ત વ્યકિતઓને પુરી સુરક્ષા સાથે રાખવાનો ફેસલો થયો હતો.

જો કોઇ આવાસીય સુવિધા કે સુરક્ષિત આવાસીય સુવિધા લેવાનો ઇન્કાર કરે તો તેના માટે જિલ્લા પ્રશાસન સુરક્ષિત આવાસીય સુવિધાનો વિકલ્પ શોધશે. આ ઉપરાત દરેક જિલ્લામાં બિન કાશ્મીરી મજુરોને ચિહનિત કરવામાં આવશે.ે તેમને સુરક્ષા ઉપલબ્ધ કરાવવાની સાથે સાથે જ સુરક્ષાનો ભાવ બનાવવા નિયમિત સંવાદ કરાશે તેમને એક સ્થાન પર રાખવા અને સુરક્ષા ઉપલબ્ધ કરાવવાની સંભાવનાઓ શોધવામાં આવશે.


Related News

Loading...
Advertisement
Advertisement