રાત્રે પણ ખાડા બુરાશે : મનપા તંત્ર લાગી પડયું

13 October 2021 05:36 PM
Rajkot
  • રાત્રે પણ ખાડા બુરાશે : મનપા તંત્ર લાગી પડયું

વોર્ડ નં.2 અને 7માં સતત કામગીરી : મુખ્ય માર્ગોને પ્રાથમિકતા : કોઇ રાજમાર્ગ બાકી નહીં રહે : મેયર, ચેરમેન, કમિશ્નર

રાજકોટ, તા. 13
શહેરમાં ખાડા બુરવા ડામર પેચવર્કનું કામ ઝુંબેશની જેમ ચાલી રહ્યું છે. આ કામ ઝડપથી પુરૂ કરવા તરફ આવતીકાલે વોર્ડ નં.ર અને 7માં રાત્રે પણ પેચવર્ક કરવા નિર્ણય લેવાયો છે. કોઠારીયા સહિતના વિસ્તારોમાં કાલે ડામર કામ થવાનું છે.

આજે ગોંડલ રોડ, ઢેબર રોડ, જામનગર રોડ, રૂડા કચેરી, મોટી ટાંકી સહિતના ચોકમાં પેવર કામ કરાયા હતા. જેની કમિશ્નરે મુલાકાત પણ લીધી હતી. તાજેતરનાં દિવસોમાં સતત વરસાદ ચાલુ રહયો હતો જેના કારણે ડામર પેચ વર્ક શક્યું બન્યું હતું. વરસાદ દરમ્યાન મેટલથી રસ્તા પરના ખાડા બુરવામાં આવતા હતાં. જોકે હવે વરસાદ રહી ગયો હોઈ મહાનગરપાલિકા દ્વારા શહેરના ત્રણેય ઝોનમાં તબક્કાવાર દરેક વોર્ડમાં ડામર પેચ વર્ક શરૂ કરી દેવામાં આવેલ છે.

જેમાં મુખ્ય રસ્તાઓને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે અને તાત્કાલિક પેચવર્ક કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેમ મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ તેમજ કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું.

શહેર ત્રણેય ઝોનમાં તબક્કાવાર રોડ રસ્તા પર ડામર પેચવર્ક કામગીરી કરવામાં આવી છે જેમાં સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં. 2, 7, 14, 13 ના ગાત્રાળ ચોક, પુજારા પ્લોટ, મોટી ટાંકી ચોક, કવિ નાનાલાલ માર્ગ, ગોંડા; રોડ, જામટાવર અને શેઠ હાઈસ્કુલવાળો રોડ, વેસ્ટ ઝોનના વોર્ડ નં. 1, 8, 9, 10, 11, 12 ના રીંગ રોડ-2, ઘંટેશ્વર પાર્ક, મવડી ચોક, બાપા સીતારામ ચોક, વેસ્ટ ઝોન ઓફિસ વાળો રોડ, ગંગોત્રી પાર્ક મેઈન રોડ, 150 ફૂટ રીંગ રોડ, યુનિ. રોડ અને મોદી સ્કુલ વાળો રોડ તેમજ ઈસ્ટ ઝોનના વોર્ડ નં. 4, 6, 15, 18 ના કુવાડવા રોડ, દૂધ સાગર રોડ, ચુનારાવાડ ચોક, અમુલ સર્કલ ચોક, ભાવનગર રોડ, કોઠારીયા રોડ વિસ્તારમાં રસ્તામાં ડામર પેચ વર્કની કામગીરી કરવામાં આવી છે.


Related News

Loading...
Advertisement
Advertisement